Entertainment News : નેટફ્લિક્સનો લોકપ્રિય અને ચર્ચિત રિયાલિટી શો ‘લોક અપ 2’ (Lock Upp 2)હવે તેના આખરી તબક્કામાં પહોંચી ગયો છે. ગ્રાન્ડ ફિનાલેની બહુ નજીક પહોંચતા જ શોમાં એક પછી એક મોટા ધમાકા અને ચોંકાવનારા ટ્વિસ્ટ જોવા મળી રહ્યા છે. તાજેતરના એપિસોડમાં થયેલા ડબલ એલિમિનેશનમાં આકાંક્ષા ચમોલા અને વરુણ યાદવની સફરનો અંત આવ્યો છે. આ સાથે જ શોને આ સિઝનના શ્રેષ્ઠ 5 ફાઇનલિસ્ટ મળી ચૂક્યા છે.
શ્રેયા કાલરા બની સિઝનની બીજી ફાઇનલિસ્ટ
શોના હોસ્ટ રિતેશ દેશમુખ (Riteish Deshmukh)અને ફરાહ ખાને રમતને વધુ રસપ્રદ બનાવવા માટે તમામ કન્ટેસ્ટન્ટ્સ (Contestants)ને બે અલગ-અલગ જૂથ ‘લાયક’ અને ‘અનલાયક’ (Worthy and ‘unworthy’)માં વિભાજિત કર્યા હતા.આ જૂથમાં સમાવિષ્ટ આકાંક્ષા ચમોલા, શિલ્પા શિંદે અને રામ કપૂરને એક સ્પર્ધકને સીધા ફાઇનલમાં પહોંચાડવાની વિશેષ સત્તા આપવામાં આવી હતી.ત્રણેય કન્ટેસ્ટન્ટ્સે એકસૂરે શ્રેયા કાલરાનું નામ પસંદ કર્યું, જેનાથી શ્રેયા ફાઇનલમાં જગ્યા બનાવનારી બીજી સ્પર્ધક બની.
ડબલ એવિક્શન અને ફાઇનલની ટિકિટની સરસાઈ
બીજી તરફ, ‘લાયક’ જૂથમાં રહેલા વરુણ યાદવ, યોગેશ રાવત અને શ્રેયા કાલરાને એક કન્ટેસ્ટન્ટને શોમાંથી બહાર કરવાનો અધિકાર મળ્યો હતો.લાંબી ચર્ચા બાદ ત્રણેયે આકાંક્ષા ચમોલાને એલિમિનેટ કરવાનો નિર્ણય લીધો.ત્યારબાદ યોજાયેલા ટાસ્કમાં શિવાંગી જોશીએ સૌથી ઝડપી સ્કોર કરીને રામ કપૂરને સુરક્ષિત કર્યા, જેથી રામ કપૂર ત્રીજા ફાઇનલિસ્ટ બન્યા. ત્યારબાદ શ્રેયા કાલરાએ શિલ્પા શિંદેને સેફ કરીને તેમને ચોથા ફાઇનલિસ્ટ બનાવ્યા. છેલ્લી ફાઇનલિસ્ટ ટિકિટ માટે યોગેશ રાવત અને વરુણ યાદવ વચ્ચે કાંટાની ટક્કર હતી, પરંતુ શિવાંગી જોશીએ યોગેશને સેફ કરતા જ વરુણ યાદવ શોમાંથી બહાર થઈ ગયા.
આ છે ‘લોક અપ 2’ ના ટોપ 5 ફાઇનલિસ્ટ અને ફિનાલેની વિગત
તમામ ટ્વિસ્ટ અને ટર્ન્સ બાદ હવે આ પાંચ દમદાર સ્પર્ધકો ફિનાલેની રેસમાં આમને-સામને છે
શિવાંગી જોશી
શ્રેયા કાલરા
રામ કપૂર
શિલ્પા શિંદે
યોગેશ રાવત
‘લોક અપ 2: સચ યા સજા’ નો ગ્રાન્ડ ફિનાલે 5 ઓગસ્ટ, 2026 ના રોજ રાત્રે 8 વાગ્યાથી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે, જ્યાં આ સિઝનના વિજેતાનું નામ જાહેર કરવામાં આવશે.
આ પણ વાંચો :બોલીવુડ અભિનેત્રી તબુ પહોંચી દિલ્હી હાઈકોર્ટ; જાણો શું હતું કારણ!
આ પણ વાંચો :દિગ્ગજ અભિનેતા પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે નિધન: કેન્સર સામે જંગ હાર્યા
આ પણ વાંચો :ડિસ્કો કિંગ બપ્પીદાનું ઊંઘમાં કેવી રીતે થયું હતું નિધન? જાણો અંતિમ 24 કલાક અને Sleep Apneaનું જોખમ
