Not Set/ વર્ષ 2016 માં મમતા બેનર્જીને મળી હતી જંગી જીત, શું આ વર્ષે પણ તે જાદુ રહેશે યથાવત

દેશનાં 4 રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશની વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો આજે જાહેર કરવામાં આવશે. દેશમાં આ વર્ષની પ્રથમ વિધાનસભાની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા 27 માર્ચથી શરૂ થઈ હતી.

India
123 8 વર્ષ 2016 માં મમતા બેનર્જીને મળી હતી જંગી જીત, શું આ વર્ષે પણ તે જાદુ રહેશે યથાવત

દેશનાં 4 રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશની વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો આજે જાહેર કરવામાં આવશે. દેશમાં આ વર્ષની પ્રથમ વિધાનસભાની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા 27 માર્ચથી શરૂ થઈ હતી. જુદા જુદા તબક્કાઓમાંથી પસાર થતાં 29 એપ્રિલનાં રોજ મતદાન યોજાયું હતું.

પ.બંગાળ મત ગણતરી / મમતા દીદીને લાગ્યો મોટો ઝટકો, શરૂઆતી વલણોમાં ભાજપનાં ઉમેદવાર શુબેન્દુ અધિકારી આગળ

બંગાળની કુલ 292 બેઠકો 8 તબક્કામાં યોજાઇ હતી. બંગાળમાં, પ્રથમ તબક્કામાં 27 માર્ચે 30 બેઠકો, બીજા તબક્કામાં 1 એપ્રિલે 30 બેઠકો, ત્રીજા તબક્કામાં 6 એપ્રિલનાં રોજ 31 બેઠકો, ચોથા તબક્કામાં 10 એપ્રિલનાં રોજ 44 બેઠકો, 17 એપ્રિલમાં 45 બેઠકો પાંચમા તબક્કામાં, છઠ્ઠા તબક્કામાં 22 એપ્રિલનાં રોજ 43 બેઠકો પર, 7 માં તબક્કામાં 26 એપ્રિલનાં રોજ 36 બેઠકો અને 29 મી એપ્રિલનાં રોજ આઠમાં તબક્કામાં 35 બેઠકો પર મતદાન થયું હતું. બંગાળની આ ચૂંટણી સીધા મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વ હેઠળનાં ભાજપ વચ્ચે લડાઇ હતી. 2016 નાં પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો બીજા ચાર રાજ્યોનાં પરિણામોની સાથે 19 મે 2016 નાં રોજ જાહેર કરવામાં આવ્યા હતા. મમતા બેનર્જીની આગેવાનીવાળી એઆઈટીસી એ ત્યારે 211 બેઠકો જીતી લીધી હતી અને આ બહુમતી સાથે ફરીથી ચૂંટાઇ આવી હતી. આ સિવાય, તૃણમૂલ કોંગ્રેસમાં વર્ષ 1962 માં કોઈ પણ સાથી/ઘટકદળ વગર જીત મેળવનાર પ્રથમ શાસક પક્ષ બન્યો હતો. 2016 ની ચૂંટણીમાં લેફ્ટ અને કોંગ્રેસની બેઠકો મર્જ કરવામા આવે, તો પછી આંકડો 70 પર પહોંચી ગયો હતો. તો ભાજપનાં ખાતામાં માત્ર 3 બેઠકો હતી. પરંતુ આ વખતે પરિસ્થિતિ સંપૂર્ણ વિપરીત છે.

મત ગણતરી / વલણોમાં એલડીએફને મળી બહુમતી, નીમોમથી ભાજપના કુમ્મનમ રાજશેખરન આગળ

કોરોના સમયગાળા દરમિયાન યોજાયેલી બંગાળની ચૂંટણીઓ 27 માર્ચથી 29 એપ્રિલ, 2021 દરમિયાન આઠ તબક્કામાં થઈ હતી. આ વખતે હિંસા અને લોહિયાળ રાજકારણ વચ્ચે, ભાજપ અને ટીએમસી વચ્ચે વાસ્તવિક હરીફાઈ જોવા મળી હતી. ભાજપે વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને મુખ્ય પ્રધાનો અને કેટલાક રાજ્યોનાં ટોચનાં નેતાઓ સુધી એક વિશાળ અભિયાન ચલાવ્યું હતું. વળી, મમતાની ટીએમસીએ તેમને બહારનાં કહેવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. કુલ 292 વિધાનસભા બેઠકો છે, જ્યારે કોઈ પણ પક્ષને બહુમતી માટે 147 બેઠકોનો આંકડો જોઇએ. આ વખતે, મોટાભાગનાં એક્ઝિટ પોલમાં ટીએમસી સરકાર બનતી જોવા મળી રહી છે. પરંતુ ભાજપને મોટો ફાયદો થાય તેમ લાગે છે. તો વળી કોંગ્રેસ અને લેફ્ટ ગઠબંધનની સ્થિતિને ખરાબ હાલતમાં હોવાનુ બતાવવામાં આવી રહ્યુ છે. બંગાળમાં આજે માત્ર ભાજપ અને ટીએમસી વચ્ચે મુકાબલો હોવાનુ એક્ઝિટ પોલમાં પણ નજરે આવી રહ્યુ છે.

Untitled વર્ષ 2016 માં મમતા બેનર્જીને મળી હતી જંગી જીત, શું આ વર્ષે પણ તે જાદુ રહેશે યથાવત