New york News : ભારતીય-અમેરિકન ઝોહરાન મમદાનીની ન્યૂ યોર્ક મેયરની ચૂંટણીમાં જીતથી શહેરના અબજોપતિઓની મુશ્કેલીઓ વધી ગઈ છે. જે.એલ. પાર્ટનર્સના સર્વે મુજબ, ન્યૂ યોર્કના 9% લોકો અથવા આશરે 765,000,000 લોકો શહેર છોડી શકે છે.
આ મોટે ભાગે શ્રીમંતો પર વધારાના કર લાદવાની મમદાનીની નીતિને કારણે છે. ચૂંટણી પહેલાં તેમણે શ્રીમંતો અને મોટાં કોર્પોરેશનો પર નવા કર લાદીને $9 બિલિયન એકત્ર કરવાનું વચન આપ્યું હતું.દરમિયાન ટેક્સાસના રિપબ્લિકન ગવર્નર ગ્રેગ એબોટે ચૂંટણી પહેલાં ધમકી આપી હતી કે જો મમદાની જીતશે તો ન્યૂ યોર્કના લોકો ટેક્સાસ આવશે તો તેમના પર 100% ટેરિફ લાગશે.
બુધવારે મેયરની ચૂંટણીમાં ઝોહરાન મમદાનીએ ભૂતપૂર્વ ગવર્નર એન્ડ્રુ કુઓમોને હરાવ્યા. મમદાનીની 100 વર્ષમાં ન્યૂ યોર્કના સૌથી યુવા, પ્રથમ ભારતીય-અમેરિકન અને પ્રથમ મુસ્લિમ મેયર બનશે.
21 લાખ લોકો શહેર છોડવાનું વિચારી રહ્યા છે
સર્વેમાં એ પણ બહાર આવ્યું છે કે મમદાનીની જીત પછી આશરે 25%, અથવા લગભગ 2.1 મિલિયન લોકો શહેર છોડવાનું વિચારી શકે છે. જો આ આંકડો સાચો સાબિત થાય છે, તો એ અમેરિકન ઇતિહાસમાં સૌથી મોટું શહેરી સ્થળાંતર હશે. ન્યૂ યોર્કની કુલ વસતિ આશરે 8.4 મિલિયન છે. સર્વેમાંથી મુખ્ય તારણો…
9% ન્યૂ યોર્કવાસીઓ (76.5 મિલિયન લોકો) ચોક્કસપણે શહેર છોડી દેશે.
21 લાખ એના પર વિચાર કરી રહ્યા છે.
સ્ટેટન આઇલેન્ડમાંથી સૌથી મોટો પ્રવાહ આવશે, જ્યાં 21% રહેવાસીઓ તાત્કાલિક શહેર છોડવા માટે તૈયાર છે.
13% શ્વેત અને 11% એશિયન રહેવાસીઓ ન્યૂ યોર્કથી સ્થળાંતર કરી શકે છે.
પોલસ્ટર જેમ્સ જોનસનના મતે જો આટલા બધા લોકો શહેર છોડીને જાય તો તેની આર્થિક અસર સમગ્ર અમેરિકામાં ભૂકંપ જેવી થશે.
અબજોપતિઓને ટેનેસીની મુલાકાત લેવા આમંત્રણ
ટેક્સાસના ગવર્નરે 100% ટેક્સની ધમકી આપી હશે, પરંતુ આવો ટેક્સ કાયદેસર રીતે શક્ય નથી. તેમણે ન્યૂ યોર્કવાસીઓને ડરાવવા અને તેમને મમદાનીને મતદાન કરતા અટકાવવા માટે આ નિવેદન આપ્યું હતું, એવું માનવામાં આવે છે.દરમિયાન ટેનેસીના ગવર્નર બિલ લીએ મમદાનીની જીત બાદ ન્યૂ યોર્કના વ્યાવસાય માલિકોને ટેનેસીમાં રોકાણ કરવા વિનંતી કરી છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, તેમણે કહ્યું:
દેશનું શ્રેષ્ઠ રાજ્ય ટેનેસી છે, જ્યાં તમે વ્યવસાય કરી શકો છો. જો તમે ન્યૂ યોર્કમાં નાખુશ છો, તો અહીં આવો. અમારા કર ઓછા છે, અર્થતંત્ર મજબૂત છે અને સરકાર તમારા માર્ગમાં આવતી નથી. ટેનેસીમાં મજબૂત કાયદો અને વ્યવસ્થા છે અને અહીં સ્થળાંતર કરતી કંપનીઓને રાજ્ય સરકાર તરફથી સંપૂર્ણ સમર્થન મળશે.
ન્યૂ યોર્ક પોલીસને ફ્લોરિડા આમંત્રણ
ફ્લોરિડાના ગવર્નર રોન ડિસેન્ટિસે કહ્યું હતું કે તેઓ ન્યૂ યોર્ક પોલીસ વિભાગ (NYPD)ના અધિકારીઓનું સ્વાગત કરશે, જેઓ મમદાનીની નીતિઓ સાથે અસંમત છે.સોશિયલ મીડિયા પોસ્ટ પર લખ્યું કે-
જ્યારે મેયર તમને પસંદ નથી કરતા અને તમારા વિભાગની જરૂરિયાત પર સવાલ ઉઠાવતા હોય ત્યારે શા માટે તમારા જીવનું જોખમ લો છો? ફ્લોરિડામાં અમે નવા પોલીસ અધિકારીઓને $5,000 બોનસ આપીએ છીએ.
ડિસેન્ટિસે જણાવ્યું હતું કે આ યોજના ડેમોક્રેટિક રાજ્યોમાં દુર્વ્યવહારનો સામનો કરતા પોલીસ અધિકારીઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. તેમણે અગાઉ આગાહી કરી હતી કે જો ન્યૂ યોર્કમાં “કાયદા અમલીકરણ વિરોધી” મેયર ચૂંટાય છે, તો ઘણા લોકો ફ્લોરિડા જવાનો પ્રયાસ કરશે.
ન્યૂ યોર્કના લોકો ક્યાં જશે?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફ્લોરિડા, કેરોલિના અને ટેનેસી ન્યૂ યોર્કવાસીઓ માટે સૌથી વધુ માગવાળાં સ્થળોમાંના એક છે. અહીં કર ઓછા છે અને રહેવાની કિંમત પોસાય એવી છે. આ રાજ્યોના ગવર્નરો દ્વારા ન્યૂ યોર્કવાસીઓને ખુલ્લું આમંત્રણ પણ આપવામાં આવ્યું છે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે એવી પણ ધમકી આપી હતી કે જો ન્યૂ યોર્કના લોકો “સામ્યવાદી” તરીકે ચૂંટાય તો તેઓ શહેરને આપવામાં આવતા ભંડોળમાં કાપ મૂકશે.
મમદાની પોતાને “લોકશાહી સમાજવાદી” કહે છે, એટલે કે તેઓ કોર્પોરેશનો કરતાં સામાન્ય લોકોની તરફેણ કરતી નીતિઓનું સમર્થન કરે છે. મમદાની ડેમોક્રેટિક પાર્ટીના ડાબેરી જૂથ (DSA) સાથે સંકળાયેલા છે. આ જૂથ મોટાં કોર્પોરેશનો, અબજોપતિઓ અને ડેમોક્રેટિક પાર્ટીની પરંપરાગત નીતિઓનો વિરોધ કરે છે.
ન્યૂ યોર્ક: વિશ્વનું સૌથી શક્તિશાળી શહેર
ન્યૂ યોર્ક શહેર અમેરિકાના હૃદય તરીકે જાણીતું છે. મેયર બનવું એ ફક્ત શહેરનું નેતૃત્વ કરવા વિશે નથી, એ અમેરિકાના સૌથી પ્રભાવશાળી રાજકીય પદોમાંથી એક પર કબજો કરવા વિશે છે. એટલા માટે દુનિયાએ આ ચૂંટણી પર નજર રાખી.
ન્યૂ યોર્કનો વાર્ષિક GDP આશરે $2.3 ટ્રિલિયન છે. એકલું ન્યૂ યોર્ક શહેર ભારતના GDPના અડધાથી વધુનું પ્રતિનિધિત્વ કરે છે, તેનો એવો અર્થ થાય છે. ન્યૂ યોર્કના મેયર શહેરના વહીવટ, પોલીસ, પરિવહન, રહેઠાણ, શિક્ષણ અને આરોગ્ય પ્રણાલીઓનું નિયંત્રણ કરે છે.
ન્યૂ યોર્ક શહેરનું પોતાનું બજેટ ($100 બિલિયનથી વધુ) અને નિયમો છે. મેયર નક્કી કરે છે કે કરના પૈસા ક્યાં ખર્ચવામાં આવશે, કઈ નીતિઓ લાગુ કરવામાં આવશે અને શહેર કઈ દિશામાં જશે. આ મૂળભૂત રીતે એક નાની-પ્રધાનમંત્રીની ભૂમિકા છે.
ન્યૂ યોર્ક શહેર યુનાઇટેડ સ્ટેટ્સની નાણાકીય રાજધાની તરીકે જાણીતું છે. એ વોલ સ્ટ્રીટ, વિશ્વની મીડિયા કંપનીઓ અને સંયુક્ત રાષ્ટ્રના મુખ્ય મથકનું ઘર છે, તેથી મેયરના નિર્ણયો ફક્ત શહેર પર જ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ અસર કરે છે. 400 વર્ષ પહેલાં ડચ લોકો દ્વારા વસાવવામાં આવેલા આ શહેર પર અંગ્રેજોએ કબજો કર્યો અને તેનું નામ ન્યૂ યોર્ક રાખ્યું
1609માં ડચ લોકોએ સૌપ્રથમ ન્યૂ યોર્કની શોધ કરી હતી. 1624માં તેમણે ત્યાં તેમની વેપારી વસાહત સ્થાપી અને નેધરલેન્ડ્સની રાજધાની પરથી એનું નામ ન્યૂ એમ્સ્ટરડેમ રાખ્યું.અંગ્રેજોએ 1664માં ચાલીસ વર્ષ પછી ડચ લોકો પાસેથી ન્યૂ એમ્સ્ટરડેમ કબજે કર્યું. ઇંગ્લેન્ડના રાજા ચાર્લ્સે આ સ્થળનું નામ તેમના ભાઈ ડ્યુક ઓફ યોર્કના નામ પરથી ન્યૂ યોર્ક રાખ્યું.
અંગ્રેજોએ 1665માં શહેરને નિયંત્રિત કરવા માટે થોમસ વિલેટને ન્યૂ યોર્કના પ્રથમ મેયર તરીકે નિયુક્ત કર્યા. કોણ મેયર બનશે તે શરૂઆતમાં ગવર્નર નક્કી કરતા હતા. બાદમાં ચૂંટણી દ્વારા આ પદની પસંદગી કરવામાં આવી. 1834માં મતદાન શરૂ થયું.
આ પણ વાંચો:યુએસ કાર્ગો પ્લેન ક્રેશ થયું ,ગાઢ કાળા ધુમાડાના ગોટા ફૂટી નીકળ્યા,4 લોકોના મોત, 11 ઘાયલ
આ પણ વાંચો:અમેરિકાએ પરમાણુ મિસાઇલનું પરીક્ષણ કર્યું, જાણો મિનિટમેન-3 કેટલું શક્તિશાળી છે
