Not Set/ આ દેશમાં માણસને બાળી શકાય છે પરંતુ બસને બાળી ન શકાય, બસ ખૂબ ઓછી છે : સુશાંત સિંહ

નાગરિકતા સુધારો અધિનિયમ (સીએએ) અને રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (એનઆરસી) નાં વિરોધમાં શનિવારે મહારાષ્ટ્રનાં આઝાદ મેદાનમાં એક રેલી કાઠવામાં આવી છે. અભિનેતા સુશાંતસિંહે આ વિરોધ રેલીમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે લોકોને સંબોધન કરતા ગૃહમંત્રી અમિત શાહ પર નિશાન સાધ્યુ છે. તેમણે કહ્યું કે આ દેશમાં મનુષ્યને બાળી શકાય છે, પરંતુ બસને બાળી ન દેવી […]

Top Stories India

નાગરિકતા સુધારો અધિનિયમ (સીએએ) અને રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (એનઆરસી) નાં વિરોધમાં શનિવારે મહારાષ્ટ્રનાં આઝાદ મેદાનમાં એક રેલી કાઠવામાં આવી છે. અભિનેતા સુશાંતસિંહે આ વિરોધ રેલીમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે લોકોને સંબોધન કરતા ગૃહમંત્રી અમિત શાહ પર નિશાન સાધ્યુ છે. તેમણે કહ્યું કે આ દેશમાં મનુષ્યને બાળી શકાય છે, પરંતુ બસને બાળી ન દેવી જોઈએ, બસ ખૂબ ઓછી છે.

અભિનેતા સુશાંતસિંહે કહ્યું કે તેઓ ગૃહ પ્રધાનનું ભાષણ સાંભળી રહ્યા હતા, જેમાં તેમણે કહ્યું હતું કે ભારતમાં શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવાનો દરેકને અધિકાર છે, પરંતુ બસ સળગાવવી ન જોઈએ. અમે તે બસને શ્રદ્ધાંજલિ આપીએ છીએ. આપણા દેશમાં લોકોની હત્યા થઈ શકે છે, કારણ કે લોકો ખૂબ વધારે છે પરંતુ બસો ઓછી છે. કાશ્મીરમાં કર્ફ્યુ લગાવો, આસામમાં કર્ફ્યુ લાદવો, લોકોનો ભોગ લઈ શકાય છે, પરંતુ બસો ઓછી છે, બસો સળગાવવી ન જોઈએ. તેમણે વધુમાં કહ્યું કે, એક રામાયણ લખાઈ રહી છે, ફરક માત્ર એટલો છે કે આ વખતે તેમણે ભગવાન શ્રી રામનાં નામનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો છે. યાદ રાખો, આ વખતે દેશની સીતા તેમની લંકામાં આગ લગાડશે અને બજરંગબલી અને અલી બંને તે સીતાની પાછળ ખભાથી ખભા રાખીને ઉભા રહેશે.

તેમણે કહ્યું કે, ભગતસિંહ જ્યારે ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે વિચાર્યું નહોતું કે ક્રાંતિ આંખોથી જોવા મળશે. ડો.કફિલને હંમેશા માટે જેલ મોકલો પરંતુ બસ સળગાવી ન શકાય. તેમણે વધુમાં કહ્યું કે અમિત શાહે કહ્યું હતું કે, બસ સળગાવનારાઓ સામે કાર્યવાહી થવી જોઇએ. આ દેશમાં મનુષ્યને બાળી શકાય છે પણ બસ નહીં, કારણ કે બસ ઓછી છે અને માણસો ખૂબ વધારે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.