ગુજરાત/ ભાવનગરમાં મણારી નદીનો પુલ તૂટતાં અલંગ સંપર્ક વિહોણું : મહુવા તેમજ તળાજામાં ધોધમાર વરસાદ

તંત્ર દ્વારા પુલનું કામ શરૂ કરવા ડાઇવર્ઝન પુલ બનાવ્યો હતો. જે વરસાદના કારણે ધરાશાયી થયો હતો. સદનશીબે કોઈ જાનહાની થઇ નથી

Gujarat Others
ભાવનગર

ભાવનગર જિલ્લાનાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. સૌરાષ્ટ્ર પંથક સહિત રાજ્યમાં વરસાદની વધુ આગાહી સાચી ઠરી રહી છે. અષાઢ માસમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. જોકે હવે ભારે વરસાદથી ખેડૂતો ચિંતિત પણ બન્યા છે. સતત ત્રણ – ચાર દિવસથી ભાવનગર શહેર અને જિલ્લામાં વરસાદ આવી રહ્યો છે. મહુવા તેમજ તળાજામાં ધોધમાર અઢી ઇંચ વરસાદ ખાબક્યો હતો જેથી રોડ – રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યાં હતા. વરસાદનાં કારણે મણારી નદીનો પુલ તૂટતાં અલંગ સંપર્ક વિહોણું થયું છે. તંત્ર દ્વારા પુલનું કામ શરૂ કરવા ડાઇવર્ઝન પુલ બનાવ્યો હતો. જે વરસાદના પગલે ધરાશાયી થયો હતો. સદનશીબે કોઈ જાનહાની થઇ નથી પરંતુ ગામ સંપર્ક વિહોણા બન્યા છે. રાજ્યનાં હવામાન વિભાગની આગાહી મુજબ સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ આગામી પાંચ દિવસમાં પડવાની પ્રબળ શક્યતા છે. આ ભારે વરસાદ દરમિયાન ઉભી થતી પરિસ્થિતિમાં જાનમાલનું રક્ષણ અને બચાવ કામગીરી માટે રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે. 25 જાંબાઝ જવાનોની આ ટીમ શહેર કે જિલ્લામાં ભારે વરસાદમાં ઈમરજન્સી પરિસ્થિતિમાં રાહત અને બચાવ કામગીરીનો મોરચો સંભાળશે.

આ પણ વાંચો : લાલુપ્રસાદ યાદવની તબિયત સાથે RJD પણ અસ્ત તરફ જઇ રહયાં છે…!