Breaking News/ મનીષ સિસોદિયાને લાગ્યો ઝટકો, દિલ્હી હાઈકોર્ટે દારૂ નીતિ કેસમાં ન આપ્યા જામીન

કથિત દારૂ કૌભાંડ સાથે જોડાયેલા કેસમાં ધરપકડ કરાયેલા દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાની જામીન અરજી પર હાઈકોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે.

Top Stories India Trending Breaking News
YouTube Thumbnail 2024 05 21T190016.680 મનીષ સિસોદિયાને લાગ્યો ઝટકો, દિલ્હી હાઈકોર્ટે દારૂ નીતિ કેસમાં ન આપ્યા જામીન

Delhi Liquor Policy Case: કથિત દારૂ કૌભાંડ સાથે જોડાયેલા કેસમાં ધરપકડ કરાયેલા દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાની જામીન અરજી પર હાઈકોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે. કોર્ટે સિસોદિયાની જામીન અરજી ફગાવી દીધી છે. સિસોદિયાએ મની લોન્ડરિંગ અને ભ્રષ્ટાચારના કેસમાં નીચલી અદાલત દ્વારા ફગાવી દેવામાં આવેલી જામીન અરજીને હાઈકોર્ટમાં પડકારી હતી. હાઈકોર્ટે સીબીઆઈ અને ઈડી બંને કેસમાં સિસોદિયાને રાહત આપવાનો ઈન્કાર કરી દીધો હતો.

જસ્ટિસ સ્વર્ણકાંત શર્માની ખંડપીઠે સિસોદિયાની જામીન અરજી ફગાવી દેતા કહ્યું કે કેસની સુનાવણીમાં વિલંબ થવાના કારણો છે. આ માટે તપાસ એજન્સીઓ જવાબદાર નથી. ED અનુસાર, આ કેસમાં સતત ધરપકડ કરવામાં આવી રહી છે. તાજેતરમાં 3 મેના રોજ ધરપકડ પણ કરવામાં આવી છે. તપાસ ચાલુ છે. આરોપી પ્રભાવશાળી વ્યક્તિ છે. તેઓ સંબંધિત વિભાગના પ્રભારી પણ હતા. ખંડપીઠે કહ્યું કે આવી સ્થિતિમાં આરોપીને હાલ જામીન પર છોડવો યોગ્ય નથી.

મનીષ સિસોદિયાની લાંબી પૂછપરછ બાદ ગયા વર્ષે 26 ફેબ્રુઆરીએ CBI દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. થોડા દિવસો બાદ EDએ તેની પણ ધરપકડ કરી હતી. સિસોદિયા તેમના રિમાન્ડ પૂરા થયા ત્યારથી જ્યુડિશિયલ કસ્ટડીમાં જેલમાં છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ‘ભગવાન જગન્નાથ PM મોદીના ભક્ત’ નિવેદનનો વીડિયો વાયરલ થતા ભાજપ નેતા સંબિત પાત્રાએ માંગી માફી

આ પણ વાંચો: મનીષ સિસોદિયાની જામીન અરજી પર આજે દિલ્હી હાઈકોર્ટમાં ચુકાદો

આ પણ વાંચો: PM મોદી અને રાહુલ ગાંધી સહિત દિગ્ગજ નેતાઓએ રાજીવ ગાંધીને આપી શ્રદ્ધાંજલિ