ભારે વરસાદ/ અમદાવાદમાં મુશળધાર વરસાદના લીધે અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ, ટ્રાફિકની સ્થિતિ

અમદાવાદમાં ખાબકેલા ધોધમાર વરસાદના કારણે એસ.જી હાઈવે, વેજલપુરમાં, પ્રહલાદનગર, સેટેલાઈટ વિસ્તારમાં પાણી ભરાયા હતા તો રોડ પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા

Top Stories Gujarat
3 5 અમદાવાદમાં મુશળધાર વરસાદના લીધે અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ, ટ્રાફિકની સ્થિતિ

અમદાવાદમાં આજે મુશળધાર વરસાદ પડતા લોકોમાં આનંદની લાગણી જોવા મળી હતી. અમદાવાદમાં ખાબકેલા ધોધમાર વરસાદના કારણે એસ.જી હાઈવે, વેજલપુરમાં, પ્રહલાદનગર, સેટેલાઈટ વિસ્તારમાં પાણી ભરાયા હતા તો રોડ પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. જોકે ઓઢવ વિસ્તારમાં તો રસ્તાઓ બેટમાં ફેરવાય ગયા હતા. માત્ર થોડા સમયમાં જ મેઘરાજાએ અમદાવાદમાં ધબધબાટી બોલાવી દીધી હતી. વરસાદમાં પાણી ભરાય અને પછી એ પાણીમાં વાહન ચલાવવું પડે તો પછી ધક્કા મારવાની નૌબત આવે તેવી હાલત આવા ઘણા લોકોની થઈ છે. પ્રી-મોનસૂનની પોલ ઉજાગર થઇ હતી,તંત્ર દર વખતની જેમ હાથ પર હાથ મૂકિને હવાતિયા જ મારી રહી છે.

હવામાન વિભાગે રાજ્યમાં વરસાદને લઈ મોટી આગાહી કરી છે. આગામી 3 દિવસ રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી 48 કલાક અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે સૌરાષ્ટ્ર અને કચ્છમાં રેડ એલર્ટ અપાયું છે. 8 જુલાઈએ અત્યંત ભારે વરસાદ રહેશે.

નોંધનીય છે કે ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહીના લીઘે તંત્ર એલર્ટ થઇ ગયું છે. 9 જુલાઈએ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ રહેશે. 10 જુલાઈ બાદ વરસાદની ગતી ધીમી પડશે. ઓફસોર ટ્રફ, સાયક્લોનિક સરકયુલેસન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની પડશે. અમદાવાદમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. અત્યાર સુધી રાજ્યમાં 40 ટકાથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે.