દેશમાં કોરોનાની લહેર ઘાતક સાબિત થઇ રહી છે. કોરોનાથી અનેક લોકોના મોત થઇ રહ્યા છે.ત્યારે મરાઠી અને હિંદી ફિલ્મની અભિનેત્રી અભિલાષા પાટિલનું કોરોનાથી મોત નિપજયુ છે.અભિલાષાને થોડા સમય પહેલા જ કોરોના થયો હતો તેને હોસ્પિયલમાં દાખલ કરવામાં આવી હતી પરતું તેની હાલત અતિ ગંભીર થઇ જતા તેનું હોસ્પિટલમાં મોત નિપજયુ હતું.
મરાઠી અને હિંદી ફિલ્મો સહિત ટીવી સિરીયલમાં અભિલાષા પાટિલે ઘણું કામ કર્યુ છે.હિંદી ફિલ્મોમાં તેણે સુશાંત સિંહ સાથે છીછોરેમાં કામ કર્યુ હતું આ ઉપરાંત મલાલ,ગુડ ન્યુઝ અને મલાલ હિંદી ફિલ્મોમાં અભિનય કર્યું હતું.તે વેબ સીરિઝ માટે બનારસ ગઇ હતી અને ત્યાંથી પરત આવતાં તેની તબિયત ખરાબ થઇ હતી તપાસ કરાવતા કોરોના પોઝિટિવ આવ્યો હતો અને તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી ત્યાં તેનું નિધન થઇ ગયું હતુ
