ભારતીય ક્રિકેટ ટીમ/ લગ્નની સીઝન ભારતીય ક્રિકેટ ટીમને પણ નડીઃ દિલ્હી ટેસ્ટ માટે હોટેલ બદલવી પડી

ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટ પહેલા ભારતીય ટીમે છેલ્લી ઘડીએ પોતાની હોટલ બદલવી પડી હતી. તેનું કારણ G20 સમિટ અને લગ્નની મોસમ છે. આ બે કારણોસર ફાઈવ સ્ટાર હોટલના રૂમો ભારે બુકિંગ છે.

Top Stories Sports

Marriage Season ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શુક્રવારથી નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં બીજી ટેસ્ટ મેચ શરૂ થશે. ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટ પહેલા ભારતીય ટીમે છેલ્લી ઘડીએ પોતાની હોટલ બદલવી પડી હતી. તેનું કારણ G20 સમિટ અને લગ્નની મોસમ છે. આ બે કારણોસર ફાઈવ સ્ટાર હોટલના રૂમો ભારે બુકિંગ છે.

ભારતીય ટીમ સામાન્ય રીતે દિલ્હીના તાજ પેલેસ અથવા આઈટીસી મૌર્યમાં Marriage Season રોકાય છે, પરંતુ આ વખતે નોઈડા નજીક હોટેલ લીલામાં રોકાઈ છે. બીસીસીઆઈના એક અધિકારીએ આ વાતની પુષ્ટિ કરતા કહ્યું કે હોટલ લીલામાં ઉપલબ્ધ સુવિધાઓ સારી છે. આ પરિસ્થિતિ બદલી શકાતી નથી, તેથી ટીમને શિફ્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

ટીમ સાથે હોટલમાં કેમ નથી વિરાટ કોહલી?
જો કે સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી ટીમ સાથે હોટલમાં રોકાયો નથી. Marriage Season વાસ્તવમાં કોહલીનો પરિવાર ગુરુગ્રામમાં રહે છે અને આવી સ્થિતિમાં કોહલી પોતાના પરિવારના સભ્યો સાથે થોડો સમય વિતાવવા માંગે છે. સ્ટાર બેટ્સમેને આ માટે મેનેજમેન્ટ પાસેથી પરવાનગી લીધી છે. ભારતીય ટીમ પાંચ વર્ષના લાંબા ગાળા બાદ દિલ્હીમાં ટેસ્ટ મેચ રમશે.

ભૂતપૂર્વ ભારતીય સુકાની તેના પરિવાર સાથે શક્ય તેટલો વધુ સમય પસાર કરવા માંગતો હતો અને તેથી તેણે ઓછામાં ઓછા બે દિવસ ટીમના સભ્યો સાથે ન રહેવાનું નક્કી કર્યું. કોહલી દિલ્હીમાં પોતાનો સમય માણી રહ્યો છે અને તાજેતરમાં જ તે લોંગ ડ્રાઈવ પર પણ ગયો હતો.

કોહલીએ દ્રવિડ પાસેથી શું મદદ લીધી?
ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની Marriage Season બીજી ટેસ્ટ પહેલા મુખ્ય કોચ રાહુલ દ્રવિડની મદદથી વિશેષ તાલીમ લીધી હતી. નાગપુરમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં કોહલીએ સ્લિપમાં કેટલાક કેચ છોડ્યા હતા. ત્યારબાદ કોહલીએ દ્રવિડની મદદથી સ્લિપમાં પોતાની ફિલ્ડિંગ શૈલીમાં સુધારો કર્યો. તમને જણાવી દઈએ કે ભારતીય ટીમે શ્રેણીમાં 1-0ની લીડ જાળવી રાખી છે અને તેના પ્રયાસો શ્રેણીમાં 2-0થી લીડ મેળવવાનો છે.

આ પણ વાંચોઃ

Russian Fighter Jets Incursion/ અમેરિકા-કેનેડાએ ચાર રશિયન ફાઇટર પ્લેનને તેની એરસ્પેસમાં પ્રવેશતા અટકાવ્યા

Australia Needed Doctor/ ઓસ્ટ્રેલિયામાં જરૂર છે ડોક્ટરની, વર્ષે 6.5 કરોડનો મળશે પગાર

Murderous Affair/ નિક્કી અને શ્રદ્ધાની લાશ ફ્રિજમાંથી મળી તો મહિલાની લાશ ઝાડીઓમાંથી મળી