Food Recipe: શિયાળાની ઠંડીમાં મોટાભાગે લોકોને ચટપટું, ખસતા અને તીખું ખાવાનું મન થતું હોય છે. આ મોસમમાં રાજસ્થાનની ફેમસ બાટી (Rajasthani Masala Bati Recipe)ને લોકો ઘણા જ ઉત્સાહથી આરોગે છે. પણ શું તમે ક્યારેય રાજસ્થાનની ફેમસ મસાલા બાટી ખાધી છે ખરી? એ ખાવામાં ઘણી જ સ્વાદિષ્ટ લાગે છે અને ખાવામાં એ જેટલી સ્વાદિષ્ટ લાગે છે એટલી જ બનાવવામાં પણ સરળ છે. કડકડતી ઠંડીમાં ગરમાગરમ, ખસ્તા અને દેશી ઘીમાં બોળેલી રાજસ્થાની મસાલા બાટી ખાવાનો આનંદ જ કંઇક અલગ હોય છે! બહારથી કુરકુરી અને અંદરથી ચટપટા આલુમટરના મસાલાથી ભરપૂર આ પરંપરાગત ડિશ (Traditional Rajasthani Dish) ઘરે ઘણી જ સરળતાપૂર્વક બનાવી શકાય છે. તો ચાલો નોંધી લઇએ મસાલા બાટીની (Winter Recipe) રેસિપી…
સામાન્યત: ગુજરાતી ભોજન ગળપણવાળું હોય છે. જ્યારે રાજસ્થાની જમણ (Traditional Rajasthani Dish) તીખું હોય છે. આ વાનગીની વિશેષતા એનો ચટપટો ટેસ્ટ છે. જો કોઈ દિવસ ઘરમાં આલુ અને મટર જ હોય અને કંઇક તીખું-ચટપટું ખાવાનું મન થાય તો આજે જ રાજસ્થાનની આ ફૅમસ ફેમસ બાટી (Rajasthani Masala Bati Recipe) તૈયાર કરી શકો છો. પરોઠાની સાથે એ અત્યંત ટેસ્ટી લાગે છે અને તમે એને દાળ સાથે ખાઈ શકો છો. આ વાનગી બનાવવા માટે તમને ઘરે રહેલા મસાલાની જ આવશ્યકતા રહેશે અને સાથોસાથ સમયની પણ બચત થશે.
રાજસ્થાનની પરંપરાગત વાનગીઓમાં તીખા, ખાટા અને દેશી મસાલાથી તૈયાર થતી એક સ્વાદિષ્ટ ડિશ છે રાજસ્થાનીરાજસ્થાનની ફેમસ બાટી (Rajasthani Masala Bati Recipe)… આ રેસિપી બનાવવામાં વધુ સમય લાગતો નથી અને એનો વઘાર એના સ્વાદમાં ચાર ચાંદ લગાવી દે છે.
શી રીતે બનાવશો મસાલા બાટી? (Rajasthani Masala Bati Recipe)
મસાલા બાટી (Rajasthani Masala Bati Recipe) બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

સામગ્રી
2 કપ ઘઉંનો કકરો લોટ
4 મોટા ચમચા દેશી ઘી (મોણ માટે)
1/2 નાની ચમચી અજમો
એક ચપટી બેકિંગ સોડા
સ્વાદાનુસાર મીઠું
ચટપટા સ્ટફિંગ માટેની સામગ્રી
3 મધ્યમ આકારના બાફેલા બટાટા
1/2 કપ ઉકાળેલા લીલા વટાણા
1/2 નાની ચમચી જીરું
1/2 નાની ચમચી વરિયાળી
1 ચપટી હીંગ
1 મોટી ચમચી આદુ-મરચાંની પેસ્ટ
1/2 નાની ચમચી હળદર
1 નાની ચમચી ધાણા પાવડર
1/2 નાની ચમચી લાલ મરચું પાવડર
1/2 નાની ચમચી ગરમ મસાલો
1 નાની ચમચી આમચૂર પાવડર
એક મુઠ્ઠી તાજી સમારેલી કોથમીર
મીઠું સ્વાદાનુસાર
સર્વિંગ માટે
જરુર મુજબ દેશી ઘી
દાળ કે ચોખા (શાક)

બનાવવાની વિધિ
1. એક મોટા વાસણમાં ઘઉંનો લોટ, સોજી, અજમો, મીઠું, બેકિંગ સોડા અને 4 ચમચી પીગળેલું દેશી ઘી ઉમેરીને સારી રીતે મિક્સ કરવું.
2. મુઠ્ઠીપડતું ઘીનું મોણ જોઈશે. જરુર પડ્યે ઉમેરવું અને નવશેકા પાણીની મદદથી સખત લોટ બાંધી લો. આ લોટને ભીનું કપડું ઢાંકીને 20 મિનિટ સુધી રેસ્ટ આપો.
3. હવે સ્ટફિંગની તૈયારી કરવી. એક કડાઈમાં 2 ચમચી તેલ ગરમ કરવું. એમાં હીંગ, જીરું અને અધકચરી વરિયાળીનો વઘાર કરો. એમાં આદુ-મરચાંની પેસ્ટ અને વટાણા ઉમેરીને 2 મિનિટ સુધી શેકી લો.
4. ત્યાર બાદ, હળદર, ધાણા પાવડર, લાલ મરચું, ગરમ મસાલો, આમચૂર, મીઠું ઉમેરી હલાવો. હવે મૅશ કરેલા બાફેલા બટાટા ઉમેરીને સારી રીતે મિક્સ કરી લો. ઉપર તાજી કોથમીર ઉમેરો અને મિશ્રણને ઠંડુ થવા દો.
5. ત્યાર બાદ, બાંધેલા લોટના મધ્યમ આકારના લુવા બનાવી લો. દરેક લુવાને અંગૂઠા અને આંગળીઓની મદદથી વાડકી જેવો શૅપ આપો. એમાં 1-2 ચમચી જેટલો ઠંડો કરેલો આલુમટર મસાલો (Aloo Mutter Stuffing) ભરો.
6. બાટીને સારી રીતે બંધ કરી લો અને એને હળવા હાથેથી ગોળ આકાર આપવો જેથી શેકતી વખતે આ મસાલો બહાર ન નીકળે! આ રીતે તમામ બાટીઓ બનાવી લો.
7. બાટીને શેકવા માટે તમે કૂકર, અપ્પમ પૅન અથવા ઓવનનો ઉપયોગ કરી શકો છો. એમને ધીમા તાપે ચારે તરફથી ફેરવી-ફેરવીને સોનેરી શેકી લો.
8. જ્યારે બાટીઓ સારી રીતે પાકી જાય તો એમને તરત જ દેશી ઘી (Desi Ghee)માં ડુબાડીને કાઢી લેવી. એને ચોખા (શાક) કે દાળ સાથે સર્વ કરવી.
તો તૈયાર છે તમારી પરંપરાગત મસાલા બાટી (Traditional Masala Bati)….જેની ઉપર દેશી ઘી ઉમેરો અને એને ગરમાગરમ દાળ સાથે સર્વ કરો. શિયાળાની આ વાનગી (Winter Recipe) ખાવામાં અત્યંત સ્વાદિષ્ટ લાગે છે.
આ પણ વાંચો: મકાઈની મસાલા બાટી….દરેક કોળિયામાં મળશે રાજસ્થાની સ્વાદ…નોંધી લો રેસિપી…
આ પણ વાંચો: રાજસ્થાની કાજૂ દાખ સબ્જી….લગ્ન અને તહેવારો પર વિશેષ રુપે બને છે આ કાજુ-કિશમિશ વાળું શાક..!
આ પણ વાંચો: રાજસ્થાની પ્રસિદ્ધ મકાઈના ઢોકળા…નાસ્તામાં કે ડિનરમાં બનાવીને ખાઓ…સરળ રેસિપી…
