Scam/ અમદાવાદમાં આટલા કરોડનું મસમોટું GST કૌભાંડ પકડાયું

અમદાવાદમાં ચાલતુ મસમોટું GST કૌભાંડ આખરે પકડાયું છે. આ કૌભાંડ સેન્ટ્રલ GSTની ટીમે પકડ્યું છે. સેન્ટ્રલ GSTની ટીમે 2435.96 કરોડનું કૌભાંડ પકડ્યું છે…

Gujarat Others

અમદાવાદમાં ચાલતુ મસમોટું GST કૌભાંડ આખરે પકડાયું છે. આ કૌભાંડ સેન્ટ્રલ GSTની ટીમે પકડ્યું છે. સેન્ટ્રલ GSTની ટીમે 2435.96 કરોડનું કૌભાંડ પકડ્યું છે.

આ પહેલા સેન્ટ્રલ GSTની ટીમે ન્યૂ રાણીપમાં દરોડા પાડ્યા હતા. આ મામલે શુકન સ્માઇલ સિટીમાં રહેતા ભરત સોનીની ધરપકડ કરવામાં આવી છે. મળી રહેલી માહિતી અનુસાર, સોના-ચાંદી અને હીરાનાં ખોટા બિલો બનાવી આ કૌભાંડ કરવામાં આવતુ હતુ. આપને જણાવી દઇએ કે, પરિવારનાં નામે 6 અલગ-અલગ કંપનીઓ બનાવવામાં આવી છે. સુનિયોજીત કૌભાંડને આચરવા માટે પુત્ર, પુત્રવધુ, સાળાનાં નામે ટ્રેડિંગ ફર્મ સ્થાપી હતી. ઘનશ્યામ જ્વેલર્સ, કનિષ્કા જ્વેલર્સ, દીપ જ્વેલર્સ, એન.એસ. એન્ટરપ્રાઇઝ, એસ.એ. ઓર્નામેન્ટ્સ નામની ફર્મ સ્થાપી હતી. આટલુ જ નહી બી-2 જેમ્સ નામે પણ ટ્રેડિંગ ફર્મ શરૂ કરી હતી.

આપને જણાવી દઇએ કે, 2435.96 ની કિંમત આંકી 72.25 કરોડની ક્રેડિટ મેળવી હતી. વળી ખરીદદારોનાં નામે ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી હતી. આરોપીને કોર્ટમાં રજૂ કરીને જ્યુ. કસ્ટડી મેળવાઇ છે. જણાવી દઇએ કે, ભરત સોની હાલ 14 દિવસની જ્યુ. કસ્ટડી હેઠળ છે. વળી આ કૌભાંડમાં હજુ વધુ માથા સંડોવાયા હોવાની પણ સંભાવનાઓ છે. આ કૌભાંડ હજુ 7250 કરોડ સુધી જાય તેવી એજન્સીને શંકા છે. ઇનપુટ ટેક્સ ક્રેડિટ હેઠળ 210 કરોડની ચોરી સામે આવશે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

અહી ક્લિક કરી તમે વાંચી શકો છો GST વિભાગ દ્વારા આ મામલે બહાર પાડવામાં આવેલ સંપૂર્ણ PDF… Scam

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…