Ahmedabad News/ ખ્યાતિ હોસ્પિટલનો મુદ્દો સંસદમાં ગુંજશે, શક્તિસિંહે આપી નોટિસ

શક્તિસિંહે હાઈકોર્ટ સિટીંગ જજની કમિટીને તપાસ સોંપવાની માગ પણ કરી છે

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News : અમદાવાદમાં થયેલ ખ્યાતિ હોસ્પિટલના કાંડ મુદ્દે રાજનીતિ તેજ થઈ ગઈ છે. ખ્યાતી હોસ્પિટલ મુદ્દે કોંગ્રેસ પણ મેદાનમાં આવી ગઈ છે. હવે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અને રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે ખ્યાતિ હોસ્પિટલ કાંડ સામે અનેક સવાલ ઉઠાવ્યા છે અને સાથે ગંભીર આક્ષેપ પણ કર્યા છે. હવે તેમણે કહ્યું છે કે ખ્યાતિ હોસ્પિટલ કાંડ મુદ્દો દેશની સંસદમાં ગુંજશે.રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે ચર્ચા માટે નોટિસ આપી. સાથે જ શક્તિસિંહ ગોહિલનું ખ્યાતિ હોસ્પિટલ અંગે નિવેદન પણ સામે આવ્યું છે. શક્તિસિંહ ગોહિલે સમગ્ર કાંડને લઈને સરકાર પર આક્ષેપ કર્યા છે.

શક્તિસિંહે હાઈકોર્ટ સિટીંગ જજની કમિટીને તપાસ સોંપવાની માગ પણ કરી છે. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અને રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે કહ્યું, “ખ્યાતિ હોસ્પિટલના કાંડની તટસ્થ તપાસ થાય તો મૂળ સરકારમાં બેઠેલા લોકોના સાથે જોડાયેલા નીકળશે, નહીં તો 2022માં આ જ ખ્યાતિ હોસ્પિટલે આવી જ મોડસ ઓપરેન્ડી મારફત કેમ કરીને લાવીને દર્દીઓને તોડ કરતા હતા, એમાં એક દર્દીનું મૃત્યુ થયું એ જ દિવસે એને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાંથી વંચિત કરવા જોઈતા હતા.

ત્યારે આવું કર્યું હોત તો આ 2024માં લોકોના મૃત્યુ ન થયા હોત.”સરકાર પર આક્ષેપો કરતા તેમણે વધુમાં કહ્યું, “મેં પાર્લામેન્ટમાં પણ નોટિસ આપી છે, દેશની સંસદમાં પણ આ મુદ્દો ઉઠાવવાનો છું. અને સાથે જ માંગણી પણ કરું છું કે ગુજરાત સરકાર ચોખ્ખા હાથવાળી હોય, અને આમાં કોઈની મિલીભગત ન હોય તો હાઈકોર્ટના સિટીંગ જજ મારફત તપાસ થવી જોઈએ. નહીંતર હું જ ચોર, હું જ પોલીસ અને હું જ ન્યાયાધીશ, એમ કરીને લિફાફો પણ થશે, કહેશે કે કોઈ ચમરબંધીને છોડીશું નહીં. પણ પહેલા પકડો તો ખરાં.”આગળ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે “આ આપણું ગુજરાત નથી, કે જ્યાં આવી જ વસ્તુઓ બનતી. આ ગુજરાતની યાત્રામાં હું સાક્ષી રહ્યો છું.

સરકાર કોઈ પણ પાર્ટીની હોય, પ્રજાની તિજોરીનો એકપણ રૂપિયાનો દૂર ઉપયોગ ના થવો જોઈએ. જરૂરીયાતમંદ સુધી વસ્તુઓ પહોંચે, એના માટે ગુજરાતનું તંત્ર એટલું જાગૃત રહેતું, સરકારો એવી જાગૃત રહેતી કે આખા દેશમાં ગુજરાતનો દાખલો અપાતો હતો કે પ્રજાના ટેક્સનો યોગ્ય ઉપયોગ થાય છે. હવે દાખલો અપાય છે કે ગુજરાત મોસ્ટ કરપ્ટેડ અને મોસ્ટ ડુપ્લીકેટ તરીકે ઓળખાય એ શરમજનક બાબત છે.”

ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં થયેલ ખ્યાતિ હોસ્પિટલનો PMJAY કાંડ ગુજરાત કેબિનેટમાં ગુંજ્યો હતો. કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કડક સૂચના કરી હતી. જેમાં તેઓએ PMJAY યોજના માટે હોસ્પિટલની કડક SOP બનાવવા સૂચના આપી હતી. તેઓએ SOP ની કડક અમલવારી પરંતુ લોકો હેરાન ના થવા જોઈએ તેમ જણાવ્યું હતું. ત્યારે ટૂંક સમયમાં ટુંકા સમયમાં આરોગ્ય વિભાગ PMJAY યોજના અંગેની હોસ્પિટલ માટેની SOP જાહેર કરવામાં આવશે. જેમાં મુખ્યત્વે 4 પ્રકારની સારવાર અને ઓપરેશન માટે કડક SOP જાહેર કરાશે. ઉપરાંત હૃદયરોગ, કેન્સર, કિડની અને ઘૂંટણ અંગેની સારવાર અને ઓપરેશન સંબંધિત SOP જાહેર થઇ શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃએપોલો હેલ્થ યુનિ.ના 70થી વધુ વિદ્યાર્થીઓ બન્યા ફૂડ પોઇઝનિંગનો ભોગ

આ પણ વાંચોઃસ્ટર્લિંગ હોસ્પિટલ વિરુદ્ધ 11 દર્દીઓએ ક્રાઈમ બ્રાન્ચમાં નોધાવી ફરિયાદ

આ પણ વાંચોઃઅમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલને ઓડાએ નોટિસ ફટકારી છે.