IPL/ મુંબઇ ઇન્ડિયન્સે પંજાબને છ વિકેટથી હરાવ્યું, ત્રણ મેચ હાર્યા બાદ જીત મળી

પંજાબે ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા છ વિકેટના નુકસાન પર 135 રન બનાવ્યા હતા.જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમે એક ઓવર બાકી હતી ત્યારે મેચ જીતી

Top Stories

મુંબઇએ IPL 2021 ની 42 મી મેચમાં સૌરભ તિવારી (45) ની શાનદાર ઇનિંગ અને હાર્દિક પંડ્યા (અણનમ 40) અને કિરોન પોલાર્ડ (15) ની અણનમ 45 રનની ભાગીદારીના કારણે પંજાબને છ વિકેટે હરાવ્યું હતું. અબુ ધાબીના શેખ ઝાયદ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં પંજાબે ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા એઈડન માર્કરમ (42) અને દીપક હુડા (28) ની શાનદાર અડધી સદીની ભાગીદારીને કારણે છ વિકેટના નુકસાન પર 135 રન બનાવ્યા હતા.જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમે છ બોલ બાકી રહેતા 137 રન બનાવીને મેચ જીતી લીધી હતી. ઉલ્લેખનીય છે કે સતત ત્રણ હાર બાદ મુંબઈની આ પ્રથમ જીત છે. આ જીત સાથે મુંબઈની ટીમ 10 પોઈન્ટ સાથે ટેબલમાં પાંચમા સ્થાને પહોંચી ગઈ છે. આ સાથે જ પંજાબની ટીમ આઠ પોઈન્ટ સાથે છઠ્ઠા સ્થાને છે.