Valsad News: વલસાડના ઉમરગામ જીઆઇડીસી(GIDC)માં એમડી ડ્રગ્સ (MD Drugs) બનાવવાના રેકેટનો પર્દાફાશ થયો છે. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)એ આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા છે. કોર્ટે આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જીઆઇડીસીના સેકન્ડ ફેઝના 404 નંબરના પ્લોટમાંથી ડ્રગ્સ બનાવવાનું આખુ કારખાનું જપ્ત કરવામાં આવ્યું હતું.
આ કારખાનામાં 25 કરોડથી વધુ કિંમતના 17.330 કિલો એમડી ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતુ. સૌરભ ક્રીએશન નામના કારખાનામાં આ એમડી ડ્રગ્સ બનતું હતું. ડીઆરઆઇના દરોડામાં કારખાનમાં હાજર ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં વી હતી. ટેકનિશિયન કલ્પેશ પીતાંબર ડોડિયાની ધરપકડ કરવામાં આવી હતી.
આ ઉપરાંત કર્મચારી અજયકુમાર મહાતોની ધરપકડ કરવામાં આવી હતી. સુપરવાઇઝર વિક્રાંત પટેલ ઉર્ફે વિકીની પણ ધરપકડ કરવામાં આવી હતી. વિક્રાંત પટેલ ઉર્ફે વિકી સમગ્ર રેકેટનો માસ્ટર માઇન્ડ હોવાનું જાણમાં આવ્યું છે. આરોપીઓના રાન્ડમાં અનેક ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે.
આ પહેલા ઓગસ્ટમાં જ રાજ્યના દરિયાકાંઠે ડ્રગ્સ જપ્ત પ્રક્રિયા ફરી એકવાર શરૂ થઈ છે. વલસાડ બાદ નવસારી જિલ્લાના દરિયા કિનારેથી ડ્રગ્સનો જંગી જથ્થો મળી આવતા જિલ્લા પોલીસ ચિંતામાં મુકાઈ ગઈ છે. નવસારીના દરિયાકાંઠેથી રૂ. 30 કરોડની કિંમતનો 60 કિલો જેટલો ચરસનો જથ્થો મળી આવ્યો છે.
છેલ્લા એક સપ્તાહ દરમિયાન વલસાડ જિલ્લા અને સુરત શહેરના દરિયાકિનારા પરથી ગેરકાયદેસર ચરસનો જંગી જથ્થો ઝડપાયો હતો. તદનુસાર, નવસારીના દરિયાકાંઠાના મરોલી, ગણદેવી, ધોલાઈ મરીન, બેલીમોરા અને જલાલપોર પોલીસ સ્ટેશનના અધિકારીઓને અલગ-અલગ ટીમો બનાવવા અને દરિયાકાંઠાના વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવા સૂચના આપવામાં આવી હતી.
નવસારીના ઈતિહાસમાં પ્રથમ વખત નવસારી જિલ્લા પોલીસ દ્વારા 30 કરોડના ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ થયો છે. નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના ચાંગલી ફળિયાના દરિયા કિનારે 50 કિલો વજનની દવાના Asis ના 50 પેકેટ ત્યજી દેવાયેલા મળી આવ્યા હતા. એવો અંદાજ છે કે તે ચાર મહિનાથી વધુ સમયથી દરિયામાં પડેલો હતો અને તેને પાંચ સ્તરોમાં પેક કરીને દરિયામાં ત્યજી દેવામાં આવ્યો હતો. બીચ પર પેટ્રોલિંગ કરતી વખતે પોલીસે ટીમો બનાવી તપાસ શરૂ કરી છે, જેના કારણે બીચ પર તંગદિલી સર્જાઈ છે.
આ પણ વાંચો: વલસાડના દરિયામાં ડ્રમ જેવો શંકાસ્પદ પદાર્થ જોવા મળતા સલામતી એજન્સીઓ દોડતી થઈ
