Valsad News: વલસાડના ઉમરગામમાં દરિયામાં એક શંકાસ્પદ ડ્રમ જેવો પદાર્થ જોવા મળ્યો હતો. સ્થાનિક લોકોએ સુરક્ષા એજન્સીઓને જાણ કરી અને ત્યાં ભારે ભીડ એકઠી થઈ ગઈ. મરીન પોલીસ દોડી આવી હતી. દરિયામાં એક શંકાસ્પદ વસ્તુ તરતી હોવાની પણ પોલીસને જાણ કરવામાં આવી હતી.
સુરક્ષા એજન્સીઓએ માહિતી આપી હતી કે અરબી સમુદ્રની અંદર ભરતીના પાણીની સાથે કિનારા પર શંકાસ્પદ સાધનો આવવાની માહિતી મળતાં જ મહારાષ્ટ્ર અને વલસાડ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
અરબી સમુદ્રમાં ભરતીના પાણીની સાથે કિનારા તરફ શંકાસ્પદ વસ્તુઓ આવી રહી હોવાની માહિતી મળતા જ મહારાષ્ટ્રના દહાણુ, ઘુલવડ પોલીસને જાણ કરવામાં આવી હતી. જહાજને અટકાવવામાં આવ્યું હતું અને ભરતીના પાણીના પ્રવાહમાં શંકાસ્પદ કાર્ગો ઉમરગામ તરફ આગળ વધી રહ્યો હતો.
આ બાબતની માહિતી મળતા ઉમરગામ પોલીસની ટીમ સ્થાનિક માછીમારની બોટની મદદથી દરિયામાં પહોંચી હતી. સાથે જ દરિયાકિનારે મરીન કમાન્ડો અને નારગોલ મરીન પોલીસને પણ એલર્ટ કરી દેવામાં આવી હતી. ઉંડા દરિયામાંથી પણ આવું જ કંઈક આવ્યું હોવાની આશંકા હતી. જોકે, ભરતીના પાણી સાથે કાર્ગો નારગોલ બીચ પર આવ્યો હોવાનું બહાર આવતાં તંત્રએ રાહત અનુભવી હતી. શંકાસ્પદ વસ્તુને ખેંચીને દરિયાકિનારે લાવવામાં આવી હતી. સામાન્ય રીતે તાજેતરમાં ગુજરાતમાંથી ડ્રગ્સ મોટાપાયા પર મળી આવતું હોવાથી આ પણ ડ્રગ્સનો જથ્થો હોય તેવું અનુમાન હતુ. પણ આ ડ્રગ્સનો જથ્થો ન નીકળતા સુરક્ષા એજન્સીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.
આ પણ વાંચો: વલસાડમાં હિટ એન્ડ રનમાં બેના મોત
આ પણ વાંચો: વલસાડના પારડી નજીક વિચિત્ર અકસમાત, અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવેના પુલ પર લટક્યું કન્ટેનર
આ પણ વાંચો: વલસાડમાં હાઇવે પર બાઇક સ્ટંટના વાઇરલ વિડીયોને લઈ પોલીસની કાર્યવાહી
