Valsad News/ વલસાડના પારડી નજીક વિચિત્ર અકસમાત, અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવેના પુલ પર લટક્યું કન્ટેનર

અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે પર વિચિત્ર અકસ્માત બનવા પામ્યો. વલસાડના પારડી નજીક હાઈવે પર જતુ એક કન્ટેનર પુલ વચ્ચે લટકી રહ્યું.

Top Stories Gujarat Others

Valsad News: અમદાવાદ (Ahmedabad) મુંબઈ (Mumbai) નેશનલ હાઇવે (National Highway) પર વિચિત્ર અકસ્માત (Accident) બનવા પામ્યો. વલસાડ (Valsad)ના પારડી (Pardi) નજીક હાઈવે પર જતુ એક કન્ટેનર (Container) પુલ વચ્ચે લટકી રહ્યું. અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર પસાર થતું આ કન્ટેનર સુરતથી ઉમરગામ આવી રહ્યું હતું. હાઈવે પર પસાર થવા દરમ્યાન કન્ટેનર ચાલકની બેદરકારીના કારણે અચાનક રોહિત ખાડીના પુલ પર કન્ટેનર ચઢી ગયું. દરમ્યાન રોહિત ખાડીના પુલ વચ્ચે કન્ટેનર લટકયું. આ ઘટનાને લઈને સ્થાનિકોની ભીડ થઈ હતી. અકસ્માતમાં કન્ટેર ચાલક અંદર ફસાઈ ગયો હતો જેને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યો.

વલસાડના પારડી નજીક નેશનલ હાઈ વે પર જતી વખતે ચાલકે કન્ટેનરના સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા આ અકસ્માત બનવા પામ્યો. આ ઘટના બાદ કન્ટેનર રોડ વચ્ચે આવેલા ડિવાઈડરને કુદાવીને પુલ નીચે પટકાતાં બચી ગયું અને મોટી દુર્ઘટના બનતા બચી. મહત્વનું છે કે અમદાવાદ મુંબઈ હાઈવે પર સુરત તરફથી ઉમરગામ કન્ટેનર આવી રહ્યું હતું ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. જેમાં ડ્રાઈવર કેબિન પુલના બન્ને બાજુ ફિક્સ થઈ જતાં કાચ તોડીને ડ્રાઈવરને બહાર કાઢવાની ફરજ પડી હતી.

અકસ્માતમાં ચાલક અંદર ફસાઈ જતાં ભારે જહેમત બાદ બહાર કઢાયો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ ઇજા કે જાનહાની થઈ નથી. કન્ટેનર ચાલકને બહાર કાઢી લેવાયો છે જયારે કન્ટેનરને હટાવવા માટે ક્રેઈર્નની મદદ લેવામાં આવી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમરેલીના આંબરડી સફારી પાર્કની મુલાકાતે

આ પણ વાંચો: અમરેલીના દુષ્કર્મના 5 આરોપીઓને આજીવન કેદની તો નંદાસણ કેસના આરોપીને 20 વર્ષની સજા

આ પણ વાંચો: અમરેલીમાં ઘરમાં ઘૂસેલા દિપડાને ટ્રાન્કિવલાઈઝર ગનથી બેભાન કરી પાંજરે પુરાયો