uttarpradesh news/ યુવતીને હોટલમાં બંધક બનાવનાર સલમાનની ધરપકડ, એન્કાઉન્ટરમાં ઘાયલ

ઉત્તર પ્રદેશના મેરઠમાં યુવતીને હોટલના રૂમમાં બંધક બનાવી રાખવાના અને તેની સાથે બળાત્કારનો પ્રયાસ કરવાના કેસમાં (Meerut Hotel Case)વોન્ટેડ આરોપી સલમાનની પોલીસે એન્કાઉન્ટર (Salman Encounter)બાદ ધરપકડ કરી છે

India
ઉત્તર પ્રદેશના મેરઠમાં યુવતીને હોટલના રૂમમાં બંધક બનાવી રાખવાના અને તેની સાથે બળાત્કારનો પ્રયાસ કરવાના કેસમાં (Meerut Hotel Case)વોન્ટેડ આરોપી સલમાનની પોલીસે એન્કાઉન્ટર (Salman Encounter)બાદ ધરપકડ કરી છે

Uttarpradesh News : ઉત્તર પ્રદેશના મેરઠમાં યુવતીને હોટલના રૂમમાં બંધક બનાવી રાખવાના અને તેની સાથે બળાત્કારનો પ્રયાસ કરવાના કેસમાં (Meerut Hotel Case)વોન્ટેડ આરોપી સલમાનની પોલીસે એન્કાઉન્ટર (Salman Encounter)બાદ ધરપકડ કરી છે. પોલીસને જોઈને આરોપીએ ગોળીબાર શરૂ કરી દીધો હતો. ત્યારબાદ પોલીસની ઘેરાબંધી દરમિયાન ભાગવાનો પ્રયાસ કરતાં તે નિર્માણાધીન અંડરપાસ પરથી નીચે પટકાયો હતો. આ ઘટનામાં તેના જમણા પગ અને ડાબા હાથમાં ઈજા થઈ છે. ધરપકડ બાદ સલમાન (Salman Arrest)પોલીસ સમક્ષ આજીજી કરતો જોવા મળ્યો હતો. તે વારંવાર કહેતો હતો કે, ‘મારાથી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો.’

Meerut Hotel Case : પોલીસ એન્કાઉન્ટર બાદ સલમાનની ધરપકડ

પોલીસના જણાવ્યા અનુસાર, સલમાન મેરઠના રોહતા પોલીસ સ્ટેશન વિસ્તારના શાહપુર જૈન નગરનો રહેવાસી છે. ઇમામુદ્દીનના પુત્ર સલમાન વિરુદ્ધ સદર બજાર પોલીસ સ્ટેશનમાં કેસ નંબર 273/2026 નોંધાયેલો છે. તેના પર બળાત્કારના પ્રયાસ સહિત SC/ST એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો.

25 નવેમ્બરના રોજ પોલીસ શંકાસ્પદ વ્યક્તિઓ અને વાહનોની તપાસ કરી રહી હતી. આ દરમિયાન બાતમી મળી હતી કે સલમાન નરહેડા ગામ નજીક નિર્માણાધીન અંડરપાસ પાસે છુપાયો છે. પોલીસે તાત્કાલિક વિસ્તારને ઘેરી લીધો હતો.

પોલીસને જોઈને સલમાને કથિત રીતે ગોળીબાર શરૂ કર્યો હતો. પોલીસે તેને આત્મસમર્પણ કરવાની ચેતવણી આપી હતી. જોકે, તે ભાગવા માટે અંડરપાસ પર દોડ્યો હતો. આ દરમિયાન સંતુલન ગુમાવતાં નીચે પટકાયો હતો. પોલીસે તેને પકડીને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં ખસેડ્યો હતો. તેની પાસેથી ગેરકાયદેસર .315 બોરની પિસ્તોલ, એક જીવતો કારતૂસ અને એક ખાલી કારતૂસ મળી આવ્યા હોવાનું પોલીસે જણાવ્યું છે.

નોકરી અપાવવાના બહાને યુવતીને હોટલમાં લઈ ગયો

પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, ગાઝિયાબાદની યુવતીની લગભગ એક વર્ષ પહેલાં મેરઠના સલમાન સાથે ઓળખાણ થઈ હતી. બંને એક ખાનગી કંપનીમાં કામ કરતા હતા. જોકે, તાજેતરમાં યુવતીનાં લગ્ન નક્કી થતાં તેણે નોકરી છોડી દીધી હતી.

આ દરમિયાન સલમાને યુવતીનો સંપર્ક કરવાનો અનેક વખત પ્રયાસ કર્યો હતો, પરંતુ યુવતીએ મળવાનો ઇનકાર કર્યો હતો. બે દિવસ પહેલાં યુવતી પોતાના મિત્રને મળવા મેરઠ આવી હતી. આ વાતની જાણ થતાં સલમાને તેને નોકરી અપાવવાની લાલચ આપીને ફોન કર્યો હતો.

ત્યારબાદ તે યુવતીને મેરઠના અબુલેન માર્કેટ વિસ્તારમાં આવેલી સ્ક્વેર હોટલમાં (Square Hotel)લઈ ગયો હતો. ફરિયાદ અનુસાર, ત્યાં એક રૂમમાં તેને બંધક બનાવી રાખવામાં આવી હતી. સલમાન પરિણીત હોવા છતાં યુવતી પર લગ્ન કરવા માટે દબાણ કરતો હતો. યુવતીને બે દિવસ સુધી હોટલમાં રાખવામાં આવી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે.

‘મને બચાવો’ની બૂમો પાડતી યુવતી હોટલમાંથી ભાગી

આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા હતા. ફૂટેજમાં યુવતી હોટલની ગલીમાંથી બહાર આવીને રસ્તા પર ભાગતી જોવા મળે છે. આ દરમિયાન એક યુવક તેનો પીછો કરે છે અને તેને પકડી લે છે. ત્યારબાદ યુવતીને રસ્તા પર ફેંકીને ફરી ગલી તરફ ખેંચી જતો જોવા મળે છે.

ઘટનાસ્થળે લોકોની અવરજવર હોવા છતાં શરૂઆતમાં કોઈએ દરમિયાનગીરી કરી નહોતી. જોકે, થોડીવાર બાદ કેટલાક લોકો એકઠા થયા હતા અને યુવતીને મદદ કરી હતી. ત્યાં હાજર એક યુવતીએ પીડિતાને પાણી આપીને મદદ કરી હતી. ત્યારબાદ મેરઠ પોલીસ (Meerut Police) ઘટનાસ્થળે પહોંચી યુવતીને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી અને તેની ફરિયાદના આધારે કેસ નોંધ્યો હતો.

સલમાન સામે અગાઉથી ચાર ગુનાના કેસ

પોલીસના જણાવ્યા અનુસાર, 29 વર્ષીય સલમાનનો અગાઉથી ગુનાહિત ઇતિહાસ છે. તેની સામે મેરઠના સદર બજાર અને રોહતા પોલીસ સ્ટેશન ઉપરાંત ગાઝિયાબાદના ઇન્દિરાપુરમ પોલીસ સ્ટેશનમાં પણ કેસ નોંધાયેલા છે.

તેની સામે હત્યાના પ્રયાસ, SC/ST એક્ટ, ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો ઉપરાંત છેતરપિંડી અને બનાવટી દસ્તાવેજો સંબંધિત ગુનાઓના કેસ નોંધાયેલા હોવાનું પોલીસે જણાવ્યું છે.

હાલમાં સલમાનની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. મેરઠ પોલીસ (Meerut Police)તેની પૂછપરછ કરી રહી છે અને સમગ્ર મામલે પુરાવા એકત્રિત કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.


આ પણ વાંચો: દાહોદમાં 6 વર્ષની બાળકી સાથે બળાત્કારના પ્રયાસ બાદ કરી હત્યા, આચાર્યનું કરતૂત

આ પણ વાંચો: કાનપુરમાં બોટલ બાબા એ કાળો પડછાયો કહી મહિલા સાથે કર્યો રેપનો પ્રયાસ,બાબા જેલભેગો

આ પણ વાંચો: છત્તીસગઢ હાઈકોર્ટનો ચુકાદો: પ્રવેશ વિના સ્ખલન બળાત્કાર નહીં, પરંતુ પ્રયાસ