Ahmedabad Weather/ અમદાવાદમાં મોડી રાત્રે મેઘમહેર, ગરમીથી આંશિક રાહત

અમદાવાદ શહેર અને ગ્રામ્યનાં ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો..

Top Stories Ahmedabad Gujarat Breaking News
Image 2024 06 10T081000.602 અમદાવાદમાં મોડી રાત્રે મેઘમહેર, ગરમીથી આંશિક રાહત

Ahmedabad News: અમદાવાદ શહેર અને ગ્રામ્યનાં ઘણા વિસ્તારોમાં મોડી રાત્રે વરસાદ પડ્યો હતો. શહેરમાં ભારે બફારા વચ્ચે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. પ્રિ-સાયક્લોનિક એક્ટિવિટીને કારણે વરસાદનું વહેલું આગમન થઈ ગયું હતું. હવામાન વિભાગે 12 જૂન સુધી વરસાદ પડવાની આગાહી કરી હતી.

અમદાવાદ ગ્રામ્ય અને શહેરમાં મધરાત્રિએ વરસાદનું આગમન થયું હતું. અસહ્ય બફારા વચ્ચે ગરમીથી આંશિક રાહત મળી હતી. ધરતીપુત્રોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. શહેરના એસ. જી. હાઈવે, વાડજ, શાહપુર, પ્રહલાદનગર, શાહીબાગ, નરોડા, મણિનગર, વટવા, નારણપુરા, નવરંગપુરા, સોલા સહિત અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યાં હતા.

અમદાવાદ ગ્રામ્યમાં ધોળકા, બગોદરા, બાવળા સહિતના વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન થયા હતા. લોકો કેટલાય સમયથી ચોમાસાના આગમનની રાહ જોઈ રહ્યાં હતા. દરમિયાન પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે અમદાવાદના ઘણા વિસ્તારોમાં વર્ષા થઈ હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: તંત્રને પત્રો લખવા છતાં ફાયર સ્ટેશન બિનકાર્યરત, નિર્દોષોના જીવ જાય ત્યાં સુધી રાહ જોશે સરકાર?

આ પણ વાંચો: સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુનો વધુ એક વીડિયો વાયરલ

આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડ મામલે TPO સાગઠિયાએ ખોટી મિનિટ્સ બૂક બનાવતાં ભાંડો ફૂટ્યો