Mahesana News : મહેસાણામાં ખ્યાતિ કાંડ મામલે CID ક્રાઈમની તપાસ તેજ થઈ ગઈ છે. જેમાં ક્રાઈમ બ્રાંચની ટીમ તપાસ માટે કડીના બોરીસણા ગામે પહોંચી હતી. જેમાં ક્રાઈમ બ્રાંચની ટીમે બોરીસણા ગામના 17 દર્દીઓના નિવેદનો લીધા હતા. દર્દીઓ ઉપરાંત ગ્રામજનોના નિવેદન પણ CID ક્રાઈમ દ્વારા લેવામાં આવ્યા છે. ખ્યાતિ મેડિકલ કેમ્પ કાંડ બાદ બોરીસણામાં તપાસ શરૂ કરવામાં આવી હતી. ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ સહિત અધિકારીઓની ટીમ બોરીસણા પહોંચી હતી.
તપાસમાં મહાદેવના મંદિરમાં આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે કેમ્પ મંદિરમાં જ નિવેદન લીધા હતા. પોલીસે મૃતકના પરિવારજનો તથા હોસ્પિટલ ગયેલી વ્યક્તિઓના નિવેદન લીધા હતા. કેમ્પના સાક્ષી બનેલા ગ્રામજનોના નિવેદન પણ નોંધવામાં આવ્યા હતા. આમ સીઆઈડી ક્રાઈમ તપાસ તેજ કરી દીધી છે.
આ પણ વાંચો:સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરો જ બીમાર:સુરત સિવિલમાં ઠેર-ઠેર ગંદકી
આ પણ વાંચો:મેમનગરમાં 21 દુકાનો કરાઇ સીલ, ગંદકી ફેલાવવા મામલે કરાઈ કાર્યવાહી
આ પણ વાંચો:ફતેપુરા નગરમા ગંદકીનું સામ્રાજ્ય ઠેર ઠેર કચરા અને કાદવ કીચડના ઢેર
