Festival/ દિવાળીનાં તહેવાર પહેલા ઘરની સાફ-સફાઈને લઇને વાયરલ થઇ રહ્યા છે Memes

દિવાળીને હવે થોડો જ દિવસો બાકી રહ્યો છે. ત્યારે દિવાળી માટે ઘરે સાફ-સફાઇનું કામ શરૂ થઈ ગયું છે. ઘરમાં માતા-પિતાએ બાળકોને કામ સોંપી દીધુ છે, જેના કારણે બાળકો ખૂબ જ તણાવમાં મુકાય છે.

Navratri 2022

દિવાળીને હવે થોડો જ દિવસો બાકી રહ્યો છે. ત્યારે દિવાળી માટે ઘરે સાફ-સફાઇનું કામ શરૂ થઈ ગયું છે. ઘરમાં માતા-પિતાએ બાળકોને કામ સોંપી દીધુ છે, જેના કારણે બાળકો ખૂબ જ તણાવમાં મુકાય છે. જેઓ ઉંચાઈમાં લાંબા છે, તેઓને પંખો સાફ કરવાની અને જાળાઓ કાઠવાનું કામ મળી ગયું છે અને જીમમાં જતા બાળકોને ભારે ચીજો ઉપાડવાનું કામ મળી ગયું છે.

આ વચ્ચે દિવાળી કી સફાઇ પર રમુજી દિવાળી મેમ્સ અને જોક્સ બનાવવામાં આવી રહ્યા છે. યુવાનો ઘરે બેઠાં આ સ્વચ્છતા અભિયાનને લઈને સોશિયલ મીડિયા પર પોતાના દર્દ વ્યક્ત કરી રહ્યા છે. ઘણા લોકોને એક સવાલ છે કે દિવાળી પર સફાઇનો કોનો વિચાર છે? દિવાળીની સફાઇમાં ઘણા લોકોએ બાળ મજૂરી પર પ્રતિબંધ મૂકવાની વાત પણ કરી છે.

https://twitter.com/iamsagarcastic/status/1315526520081838085?s=20

દિવાળીની સફાઇને લઇને મીમ્સ અને જોક્સનો વરસાદ થઇ ચુક્યો છે. લોકોએ એવા ટ્વીટ કર્યા છે, જેને જોઇને આપનુ પણ હસી-હસીને પેટ દુખવા લાગશે. ઉલ્લેખનીય છે કે, દિવાલીનો તહેવાર આ વર્ષે શનિવારે 14 નવેમ્બરનાં રોજ આવે છે. દિવાળીનો તહેવાર પાંચ દિવસનો છે. ધનતેરસ, નાની દિવાળી, મોટી દિવાળી, ગોવર્ધન પૂજા, અને ભાઈ બીજ.

ઉલ્લેખનીય છે કે, દિવાળી આવતા પહેલા લોકો પોતાના ઘરની સફાઇમાં વ્યસ્ત થઇ જતા હોય છે, ઘણા લોકો સાફ-સફાઈ માટે ઓફિસથી રજાનો પણ બંદોબસ્ત કરતા હોય છે. વળી ઘણા લોકો પોતાના ઘરની સફાઈ કરવા માટે કોઇ અન્ય સગા-સંબંધીઓને પોતોના ઘરે બોલાવતા હોય છે.