Ahmedabad News/ અમદાવાદમાં મર્સિડિઝ કાર ચાલકે મહિલાને 15 ફૂટ સુધી ઢસડી! જુઓ CCTV

તેમજ મહિલાને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News: અમદાવાદ (Ahmedabad) શહેરમાં વધુ એકવાર નબીરાઓ બેફામ બન્યા છે. જજીસ બંગલો ચાર રસ્તા પાસે મર્સિડિઝ કારે મહિલાને અડફેટે લીધી હતી. મહિલાને 15 ફૂટ સુધી ઢસડી અકસ્માત (Accident) સર્જી કારચાલક ફરાર થઈ ગયો હતો. ઘટનાના CCTVના આધારે પોલીસે નબીરાઓની શોધખોળ આદરી છે.

અમદાવાદ શહેરમાં વધુ એકવાર નબીરાઓ બેફામ બન્યા છે. શહેરના જજીસ બંગલો ચાર રસ્તા પાસે બેફામ ઝડપે આવેલ મર્સિડીઝ કારે મહિલાને અડફેટે લીધી હતી. રસ્તે ઓળંગતી મહિલાને કાર ચાલકે 15 ફૂટ સુધી ઢસડી હતી. ખૂબ જ ખરાબ રીતે કાર ચલાવતા નબીરાઓએ અકસ્માત સર્જી પકડાવવાના ડરે ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. મહિલા ઈજાગ્રસ્ત થતાં નજીકના લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમજ મહિલાને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.

ઘટનાને પગલે સ્થાનિક પોલીસ દોડી આવી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. જેમાં નબીરાએ સર્જેલ અકસ્માતનાં હચમચાવી દેતા CCTV સામે આવ્યા છે. કશ્મીરા ઠાકર નામની મહિલાને મર્સિડીઝ કારે અડફેટે લીધા હતા, મહિલાને સોલા સિવિલ બાદમાં SGVP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ફૂટેજને આધારે પોલીસે નબીરાની શોધખોળ કરવા કવાયત આદરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ધરમપુર ખાતે અકસ્માત સર્જાતા પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીનું મોત

આ પણ વાંચો:ભાવનગરના યાત્રાળુઓને ઉત્તરપ્રદેશમાં અકસ્માત નડ્યો, 2નાં મોત અને 3 ઘાયલ

આ પણ વાંચો:સુરતમાં પ્રયાગરાજથી પરત ફરતાં પરિવારના 4 સભ્યો મોતને ભેટ્યાં