Not Set/ માઇકલ વોનનો કટાક્ષ, કહ્યુ- વરસાદે ટીમ ઈન્ડિયાને હારથી બચાવ્યુ, જાણો પછી શું થયુ

છેલ્લા ઘણા સમયથી ફેન્સ WTC ફાઈનલની રાહ જોઇ રહ્યા હતા, જેમા પ્રથમ દિવસે વરસાદનાં કારણે ધોવાણ થતા ભારતીય ફેન્સ નિરાશ થઇ ગયા હતા.

Sports

છેલ્લા ઘણા સમયથી ફેન્સ WTC ફાઈનલની રાહ જોઇ રહ્યા હતા, જેમા પ્રથમ દિવસે વરસાદનાં કારણે ધોવાણ થતા ભારતીય ફેન્સ નિરાશ થઇ ગયા હતા. જો કે આ નિરાશામાં વધુ ઉમેરો ઈગ્લેન્ડ ક્રિકેટ ટીમનાં ભૂતપૂર્વ કેપ્ટન માઇકલ વોને કર્યો હતો. પોતાના નિવેદનથી તેણે ભારતીય ફેન્સને વધુ ઉસ્કેર્યા જે બાદ ટ્વીટર વોનનાં નામના મીમ્સ શરૂ થઇ ગયા હતા.

WTC ફાઈનલ / ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ દિવસના ટેસ્ટને વરસાદનું વિઘ્ન : મેદાનમાં પાણી ભરાતા મેચ રમાયો નહીં

આપને જણાવી દઇએ કે, ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલનો પ્રથમ દિવસ વરસાદનાં કારણે ધોવાઈ ગયો હતો. મેચમાં ટોસ વિશે પણ ક્રિકેટ ચાહકો માહિતી મેળવી શક્યા નહોતા. સવારથી જ ઇન્દ્રદેવ સાઉથેમ્પ્ટન ખાતે માયાળુ થયા હતા અને આખો દિવસ આ વાદળછાયા કવચને મેદાનમાંથી બહાર જવા દીધુ નહોતુ. જોકે WTC નાં ફાઇનલ માટે અનામત દિવસ રાખવામાં આવ્યો છે, જો કેચાહકો પહેલા દિવસે નિરાશ થયા હતા. જણાવી દઇએ કે, જ્યારે વિશ્વભરનાં ક્રિકેટ ચાહકો પ્રાર્થના કરી રહ્યા હતા કે, જો વરસાદ બંધ થાય તો રમત શરૂ થાય, પણ આ દરમ્યાન ઈંગ્લેન્ડનાં ભૂતપૂર્વ કેપ્ટન માઇકલ વોન કઇંક અલગ જ મૂડમાં હતા.

પૂર્વ અંગ્રેજી ક્રિકેટર માઇકલ વોનએ ભારતીય ચાહકોને ટ્વિટર પર ચીડવવાનું શરૂ કરી દીધુ હતુ. વોનએ મજાકમાં ટિ્‌વટર પર લખ્યું છે કે, WTC ની ફાઇનલમાં અત્યાર સુધી હવામાને ભારતને સુરક્ષિત રાખ્યું છે. આ સાથે, વોનએ ઇમોજી શેર કર્યો, જેનો સ્પષ્ટ અર્થ એ થયો કે તે ભારતીય ક્રિકેટ ચાહકો સાથે આનંદ માણવા માંગી રહ્યા છે. વોને ટ્વિટ કર્યું, ‘મે જોઉં કે હવામાને ભારતનું રક્ષણ કર્યુ છે.’ આ ટ્વીટ જલ્દીથી વાયરલ થઈ ગયું હતું અને બાદમાં ભારતીય ચાહકોએ વોન વિરુદ્ધ મોર્ચો ખોલી દીધો હતો. ભારતીય ચાહકો દ્વારા વોનને જોરદાર ઠપકો આપવામાં આવ્યો હતો.

પ્રથમ ટેસ્ટ / ટીમ ઈન્ડિયા પાસે પહેલા જ પ્રયત્નમાં બે વર્લ્ડ કપ જીતવાની વિશ્વની પ્રથમ ટીમ બનવાની તક

અગાઉ, માઇકલ વોન ન્યુઝીલેન્ડને WTC ની ફાઇનલ જીતવા માટે મજબૂત દાવેદાર તરીકે વર્ણવ્યું હતું.ઈંગ્લેન્ડની બે મેચોની ટેસ્ટ સીરીઝમાં માત આપ્યા બાદ ન્યુઝીલેન્ડ માટે વોને ટ્વીટ કર્યુ હતુ. ઉલ્લેખનીય છે કે ન્યુઝીલેન્ડે તેમના ટોચનાં 6 ખેલાડીઓને આરામ આપ્યો હતો અને તે પછી પણ મેચ સરળતાથી જીતી ગઈ હતી. જો કે, વોન મોટે ભાગે તેના નબળા અનુમાનનાં કારણે ટ્વિટર પર ટ્રેન્ડ કરે છે. જ્યારે ભારતીય ટીમ એડિલેડમાં માત્ર 36 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી, ત્યારે તેઓએ આગાહી કરી હતી કે ઓસ્ટ્રેલિયા 4-0 થી શ્રેણી જીતી જશે. તેનાથી વિપરિત, ભારતે ઐતિહાસિક સીરીઝ જીત નોંધાવી હતી.

https://twitter.com/JRism9/status/1405838700685119491?s=20

ઉલ્લેખનીય છે કે, ટીમ ઈન્ડિયાનાં કેપ્ટન વિરાટ કોહલીએ ગુરુવારે સાંજે જ પ્લેઇંગ-11 ની ઘોષણા કરી છે. આ ટીમ 2 સ્પિનરો અને 3 ઝડપી બોલરો સાથે એજીસ બાઉલ મેદાન પર ઉતરશે. અશ્વિન અને જાડેજા સ્પિન વિભાગને સંભાળશે. ત્યારે બીજી તરફ જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી અને ઈશાંત શર્મા પાસે પેસ બોલિંગની જવાબદાર રહેશે. રોહિત શર્મા અને શુભમન ગિલ ઓપનિંગમાં ઉતરશે. વળી કેપ્ટન કોહલી સિવાય ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે અને વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત મધ્યમ ક્રમમાં રમી શકે છે.