Not Set/ સુક્ષ્મ સિંચાઇ પદ્ધતિનો વ્યાપ વધારવા સરકાર કટિબદ્ધ, ડે.સીએમએ લોન્ચ કર્યું પોર્ટલ

સંવેદનશીલ ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે અનેક વિકાસનાં કાર્યો કરવામાં આવ્યા છે અને થતા જ રહે છે. ખેડૂતની દરેક સમસ્યમાં તેની સાથે કાયમ માટે ઊભી રહેતી ગુજરાત સરકાર દ્વારા ફરી ખેડૂતો માટે વિકાસનું નવુ સોપાન અમલી કરવામાં આવ્યું છે. સરકાર દ્વારા સુક્ષ્મ સિંચાઇ પદ્ધતિનો વ્યાપ વધારવાની પોતાની કટિબદ્ધતાની સાથે સોમવારે ડે.સીએમ નીતિન પટેલ દ્વારા ખેડૂતો માટે પોર્ટલ […]

Uncategorized
Micro Irrigation System સુક્ષ્મ સિંચાઇ પદ્ધતિનો વ્યાપ વધારવા સરકાર કટિબદ્ધ, ડે.સીએમએ લોન્ચ કર્યું પોર્ટલ

સંવેદનશીલ ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે અનેક વિકાસનાં કાર્યો કરવામાં આવ્યા છે અને થતા જ રહે છે. ખેડૂતની દરેક સમસ્યમાં તેની સાથે કાયમ માટે ઊભી રહેતી ગુજરાત સરકાર દ્વારા ફરી ખેડૂતો માટે વિકાસનું નવુ સોપાન અમલી કરવામાં આવ્યું છે. સરકાર દ્વારા સુક્ષ્મ સિંચાઇ પદ્ધતિનો વ્યાપ વધારવાની પોતાની કટિબદ્ધતાની સાથે સોમવારે ડે.સીએમ નીતિન પટેલ દ્વારા ખેડૂતો માટે પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે. ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપની દ્વારા ખેડૂતો માટે પોર્ટલ લોન્ચ કરતા ગુજરાતનાં લાખો ખેડૂતોને આનો સીધો જ ફાયદો મળવા પાત્ર થશે.

ખેડૂતો માટે http:// khedut.ggrc.co.in પોર્ટલનું લોન્ચ કરવામાં આવ્યું છે. ખેડૂતો માટે પોર્ટલ વાપરવા કે કોઇ પણ પ્રકારની ટેક્નીકલ સહાયતા માટે પોર્ટનો ફ્રી નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. આ નંબર છે… 9763322211.

ખેડૂતોએ આ પોર્ટલ દ્વારા નોંધણી કરવાની રહેશે. મોબાઇલ નંબર પર SMSમાં વિગતો સાથે મોકલવાનો રહેશે. નોંધણી બાદ GGRC દ્વારા ખેડૂતોનો સામેથી સંપર્ક કરશે. સંપર્ક કરીને સિંચાઇ પદ્ધતિ લગાડવામાં સહાયરૂપ થશે. આપને જણવી દઇએ કે,  અત્યાર સુધીમાં રાજ્યના 11 લાખથી વધુ ખેડૂતોએ સિંચાઇ પદ્ધતિનો લાભ લીધો છે. રાજ્યની 18.50 લાખ હેક્ટર જમીનમાં સિંચાઇ સુવિધા ઉપલબ્ધ કરાવી દેવામાં આવી છે. ખેડૂતોને સિંચાઇ ઉપલબ્ધ માટે અત્યાર સુધીમાં રૂ.6090 કરોડની સબસીડી પણ ચૂકવવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.