Not Set/ સુરતના ઇન્ડોર સ્ટેડિયમમાં મીક્ષ માર્સલ આર્ટસ-કુડોની વર્લ્ડ ટુર્નામેન્ટ

સુરતમાં કુડોની વર્લ્ડ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં સુરતના નામે વધુ 2 વર્લ્ડ રેકોર્ડ નોંધાયા છે. વિસ્પી ખરાડીએ 9 લેયર નેલબેક સેન્ડવીચ અને આયર્ન બેન્ડ રેકોર્ડ કર્યા હતા. સુરતના ઇન્ડોર સ્ટેડિયમમાં અક્ષયકુમાર દ્વારા પ્રેાત્સાહિત મીક્ષ માર્સલ આર્ટસ-કુડોની વર્લ્ડ ટુર્નામેન્ટ 22ઓક્ટોબરથી શરૂ થઈ હતી. ભારતના 27 રાજ્યોના 5100 ખેલાડીઓએ ભાગ લીધો છે. વિસ્પી ખરાડી તેમની ટીમ […]

Gujarat Surat
સુરત 1 સુરતના ઇન્ડોર સ્ટેડિયમમાં મીક્ષ માર્સલ આર્ટસ-કુડોની વર્લ્ડ ટુર્નામેન્ટ

સુરતમાં કુડોની વર્લ્ડ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં સુરતના નામે વધુ 2 વર્લ્ડ રેકોર્ડ નોંધાયા છે. વિસ્પી ખરાડીએ 9 લેયર નેલબેક સેન્ડવીચ અને આયર્ન બેન્ડ રેકોર્ડ કર્યા હતા.

સુરતના ઇન્ડોર સ્ટેડિયમમાં અક્ષયકુમાર દ્વારા પ્રેાત્સાહિત મીક્ષ માર્સલ આર્ટસ-કુડોની વર્લ્ડ ટુર્નામેન્ટ 22ઓક્ટોબરથી શરૂ થઈ હતી. ભારતના 27 રાજ્યોના 5100 ખેલાડીઓએ ભાગ લીધો છે. વિસ્પી ખરાડી તેમની ટીમ દ્વારા બે વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરવામાં આવ્યા છે. રેકોર્ડમાં પ્રથમ છે મોસ્ટ લેયર નેલબેક સેન્ડવીચ રેકોર્ડ કરવામાં આવ્યો હતો. વર્ષ 2017માં  વિસપી ખરાડી દ્વારા જ 8 લેયરનો રેકોર્ડ કરવામાં આવ્યો હતો.  જેને આજે તેમના દ્વારા જ 9લેયરનો કરીને તોડવામાં આવ્યો છે. નેલબેક ઉપર એકબાદ એક લેયર ચડાવવામાં આવ્યા હતા. જોનારા આવક થઈ જોતા રહી ગયા. લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. વિસ્પી અથાક પરિશ્રમથી આ સિદ્ધિ હાંસલ કરી છે.

બીજો રેકોર્ડ છે મોસ્ટ આયર્ન રોડ બેન્ડ રેકોર્ડ. આ રેકોર્ડમાં 90° પર રૉડ વાળવામાં આવે છે. વિસ્પીએ રશિયાના 1 મિનિટમાં 12 રૉડ વાળવાના રેકોર્ડને ચેલેન્જ કર્યો હતો જેને આજે બીટ કર્યો છે. વિસ્પીએ 21 આર્યન રૉડ બેન્ડ કર્યા હતા. વિસ્પીએ ખૂબ સાહસ બતાવ્યું હતું. લોખંડની રૉડને સરળતાથી વાળી નાંખી હતી. રૉડની લંબાઈ માત્ર 1 મીટર હતી. તેથી તેને વાળવી ખૂબ મુશ્કેલ હોય છે.

વિસ્પી ખરાડી દ્વારા કરવામાં આવેલા પ્રયાસને બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની ટિમ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતુ. તમામ બાબતોની ઝીણવટ ભરી તપાસ કરી સમગ્ર ઈવેન્ટને ઓન કેમેરા પુરાવા સાથે એકત્રિત કરી વિસ્પીને બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન આપ્યું હતું.

V:\D LINK\2019\OCT\23 OCTURAT WORLD RECORD

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન