રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો ની સહાય માટે અનેક યોજનાઓ જાહેર કરવામાં આવે છે જોકે ગરબાડા તાલુકાના પંચાયત ના ભ્રષ્ટાચારી કર્મચારીઓ દ્વારા આ યોજનાઓ માત્ર કાગળ પરજ પૂર્ણ કરી કરોડો રૂપિયા નો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની વિગતો બહાર આવતા તંત્ર ની કામગીરી સામે અનેક સવાલો ઉઠયા છે
આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદજીલ્લા માં રાજ્યસરકાર દ્વારા કરોડો રૂપિયા ની ગ્રાન્ટ ની ફાળવણી કરવામાં આવે છે તો બીજી તરફ કેટલાક ભ્રષ્ટાચારી કર્મચારીઓ દ્વારા સરકાર ની યોજનાઓ માત્ર કાગળ પર બતાવી ને કરોડો રૂપિયા નું કૌભાંડ કરવામાં આવે છે. વાત કરીશુ દાહોદ જીલ્લા ના ગરબાડા તાલુકા ની ગરબાડા તાલુકા પંચાયત દ્વારા કેટલ શેડ તેમજ નાળા પ્લગ ની કામગીરી માં પંચાયત ના કર્મચારીઓ દ્વારા કરોડો રૂપિયા નું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે.
અમારી ટિમ દ્વારા ગરબાડા તાલુકાના અનેક ગામો ની મુલાકાત લેવામાં આવી હતી જેમાં નાળા પ્લગ ની કામગીરી બિલકુલ હલકી ગુણવત્તા પ્રમાણે કરવામાં આવી હતી અને એકજ વરસાદ માં આ તમામ નાળા પ્લગ ધોવાઈ ગયા હતા. માત્ર ખાના પૂરતી કરવા માટે આ નાળા પ્લગો બનાવવા માં આવ્યા હોય તેવું સ્પષ્ટ જોવાઇ આવે છે તો બીજી તરફ અનેક ગામો એવા છે, જ્યાં નાળા પ્લગો માત્ર કાગળ પરજ બોલે છે નવાઈ પમાડે તેમ આ કામગીરી માટે મજૂરી ના 2 કરોડ 75 લાખ ઉપરાંત રૂપિયા નું ચુકવણું પણ તાલુકા પંચાયત દ્વારા કરી દેવામાં આવ્યું છે,અને હાલ મટીરિયલ ના બીજા પૈસા નું ચુકવણું કરવાનું બાકી છે જેનો મતલબ એજ થયો કે કરોડો રૂપિયા નું અન્ય ચુકવણું આજ તકલાદી તેમજ નહીં બનેલા નાળા પ્લગો માં બાકી છે.

બીજી તરફ કેટલશેડ માં પણ આજ રીતની કામગીરી કરવામાં આવી છે તાલુકા પંચાયત ના ચોપડે બોલતા કેટલ શેડ મૂળ જગ્યા એ બન્યા જ નથી અને જ્યાં બન્યા છે ત્યાં ની હાલત આપ જોઈ શકો છો… કેટલશેડ ના 1 કરોડ 85 લાખ જેટલા રૂપિયાનું ચુકવણું તાલુકા પંચાયત દ્વારા પૂર્ણ કરીદેવામાં આવ્યું છે. કેટલશેડ તેમજ નાળા પ્લગ ના કામોમાંજ કરોડો રૂપિયા નું મસમોટું કૌભાંડ તાલુકા પંચાયત ના કર્મચારીઓ દ્વારા આચરવામાં આવ્યું હોય તેવું સ્પષ્ટ પણે જણાઈ આવે છે

કૌભાંડ બાબતે જ્યારે તાલુકાપંચાયત ના ટીડીઓ ને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે પણ સરકારી જવાબ આપ્યો હતો.
તો બીજી તરફ આ કૌભાંડ ના મુખ્ય સૂત્રધાર ગણાતા પંચાયત ના એનઆરજીએ વિભાગ માં એપીઓ તરીકે ફરજ બજાવતા કે જેમની જવાબદારી આ તમામ કામો પૂર્ણ થયા છે કે કેમ તેની દેખરેખ રાખ્યા બાદજ રૂપિયાનું ચુકવણું કરવાનું હોય તેમણે પણ કેટલશેડ બાબતે ઉડાઉ જવાબ આપ્યો હતો.
આ પહેલા પણ ગરબાડા તાલુકા પંચાયત કરોડો રૂપિયા ના કૌભાંડ મામલે સંડોવાયેલી હોવાનું બહાર આવ્યું હતું અને તે બાબતે પોલીસ ફરિયાદ પણ થઈ હતી જેમાં તાલુકાપંચાયત ના કર્મચારીઓ સંડોવાયેલા હતા હાલ એ કૌભાંડ ની તપાસ પૂર્ણ થઈ નથી ત્યારે ફરીથી અન્ય કરોડો રૂપિયાનું કૌભાંડ થયું હોવાનું બહાર આવ્યું છે ઉચ્ચ અધિકારીઓ દ્વારા સમગ્ર મામલે જો યોગ્ય પગલાં ભરવામાં આવે તો તાલુકાપંચાયત ના અનેક કર્મચારીઓ ની પોલ ખુલે તો નવાઈ નહીં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
