@ઉમેશ પટેલ વલસાડ
વલસાડ જિલ્લા માં ચાલતા અનાજના કાળા બજારીયા પર પુરવઠા વિભાગે લાલ આંખ કરી છે ત્યારે જિલ્લા ના અંતરિયાળ વિસ્તાર ના કપરાડા તાલુકા ના જોગવેલ ગામે થી ગરીબો નો કોળિયો સગેવગે થતો હોવાનું કૌભાંડ પર જિલ્લા પુરવઠા વિભાગ એ રોક લગાવી છે લાખો રૂપિયા નો સરકારી અનાજ નો જથ્થો ઝડપી પાડ્યો છે
વલસાડ જિલ્લા માં કાળા બજાર નો વધુ એક કૌભાંડ પુરવઠા વિભાગ એ ઝડપ્યું છે કપરાડા તાલુકાના જોગવેલ ખજૂર ફળિયામાં આવેલી જોગવેલ ફલોર એન્ડ રાઇસ મીલની જિલ્લા પુરવઠા અધિકારી અને કપરાડા મામલતદાર દ્વારા કરાય આકસ્મિક રેડ કરી હતી મોડી રાત્રી એ અને રેડ દરમિયાન ચકાસણીમાં ફલોર મીલમાં રાખવામાં આવેલા ઘઉં, ચોખા તથા ટ્રક નં.એમ.એચ.-૦૪-ઇએલ-૦૫૦૪માં ભરવામાં આવેલા ઘઉંના જથ્થા ભરેલ હતા તેમજ ફલોર મીલના માલિક દ્વારા સંતોષકારક ખુલાસો કરાયો ન હતો.કડકાઈ પૂર્વક કામગીરી પુરવઠા વિભાગ એ કરી હતી..જોકે આ જથ્થાની પ્રાથમિક ચકાસણી કરતાં તે સરકારી હોવાનું જણાતાં ઘઉં હોવાનું સામે આવ્યું છે અને સરકારી ઘઉં ૮૭,૨૦૦ કિલો કિંમત રૂા.૧૩.૯૫ લાખ, ચોખા ૭,૯૫૦ કિલો કિંમત રૂા.૧.૩૫ લાખ અને ટ્રક નંબર એમ.એચ.-૦૪-ઇએલ-૦૫૦૪ની કિંમત રૂા.૪.૭૫ લાખ મળી કુલ રૂા.૨૦.૦૫ લાખનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. આ સંબંધમાં તપાસની આગળની નિયમોનુસાર આગળની કાર્યવાહી થઇ રહી છે
