Gujarat Weather: ગુજરાતના દક્ષિણ વિસ્તારોમાં કમોસમી વરસાદ બાદ ફરી ગરમીનો પારો ગગડ્યો છે. ગુજરાતના વાતાવરણમાં તાપમાનમાં 3 ડિગ્રીનો ઘટાડો થયો છે. ખાસ કરીને નલિયામાં તાપમાનમાં સાડા ત્રણ ઈંચ જેટલો ઘટાડો થયો હતો જેના કારણે કડકડતી ઠંડી પડી રહી છે. જ્યારે અન્ય શહેરોમાં તાપમાન 15 ડિગ્રીની આસપાસ નોંધાયું હતું.
નલિયામાં તાપમાનમાં સાડા ત્રણ ડિગ્રીનો ઘટાડો
બુધવારે ત્રણ ડિગ્રી વધ્યા બાદ ગુરુવારે નલિયામાં સાડા ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું હતું. જેના કારણે નલિયામાં તાપમાન 11 ડિગ્રીની નજીક પહોંચી ગયું હતું. હવામાન વિભાગે આપેલી માહિતી મુજબ નલિયામાં લઘુત્તમ તાપમાન 11.5 ડિગ્રી નોંધાયું હતું. જેના કારણે તે રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. જ્યારે ઓખામાં સૌથી વધુ 23.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
આ રીતે ગુજરાતમાં ઠંડી 11.5 ડિગ્રીથી 23.5 ડિગ્રી વચ્ચે નોંધાઈ હતી. ડીસામાં 15.9 ડિગ્રી, કંડલા એરપોર્ટ પર 16.1 ડિગ્રી. અમદાવાદ: અમદાવાદ શહેરમાં ઠંડીમાં નજીવો વધારો નોંધાયો હતો. બુધવારે શહેરનું લઘુત્તમ તાપમાન 19.8 ડિગ્રી નોંધાયું હતું. ગુરુવારે લઘુત્તમ તાપમાન નજીવા ઘટાડા સાથે 19 ડિગ્રી રહ્યું હતું.
શહેરમાં તાપમાનમાં વધારાને કારણે બપોરના સમયે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે જ્યારે સવારે અને મોડી સાંજે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ગાંધીનગરની વાત કરીએ તો અહીં પણ લઘુત્તમ તાપમાન 19.8 ડિગ્રી નોંધાયું હતું.
ગુરુવારે, ગુજરાતના દક્ષિણ ભાગોમાં વાતાવરણમાં અચાનક પલ્ટો આવતા કમોસમી વરસાદ થયો હતો. શિયાળાના વરસાદને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. જો કે, ડિસેમ્બરના અંત સુધીમાં ગુજરાતમાં તાપમાનનો પારો 10 ડિગ્રી સુધી પહોંચવાની હવામાન વિભાગે આગાહી કરી છે.