Entertainment News/ મિસ યુનિવર્સ ફાઈનલ શરૂ, ભારતની રિયા સિંહે મેળવ્યું ટોપ-30માં સ્થાન, શું તે ચોથી વખત રચશે ઈતિહાસ?

મિસ યુનિવર્સ 2024ની ફાઈનલ નિકારાગુઆ, મેક્સિકોમાં શરૂ થઈ ગઈ છે. ભારતની સૌંદર્ય રાણી રિયા સિંહ, મિસ યુનિવર્સ ઈન્ડિયાએ ટોપ-30માં સ્થાન મેળવ્યું છે.

Trending Entertainment

Entertainment News: મિસ યુનિવર્સ 2024ની ફાઈનલ નિકારાગુઆ, મેક્સિકોમાં શરૂ થઈ ગઈ છે. ભારતની સૌંદર્ય રાણી રિયા સિંહ, મિસ યુનિવર્સ ઈન્ડિયાએ ટોપ-30માં સ્થાન મેળવ્યું છે. આજે ભારતમાં સવારે 6 વાગ્યાથી તેનું ટેલિકાસ્ટ શરૂ થઈ ગયું છે. રિયા સિંહ આજે ફાઇનલમાં ભાગ લઇ રહી છે. ભારત પાસે ચોથી વખત મિસ યુનિવર્સ સૌંદર્ય સ્પર્ધામાં ઈતિહાસ રચવાની તક છે. છેલ્લા 3 વર્ષ પહેલા 2021માં ભારતના હરનાઝ સંધુએ આ ખિતાબ હાંસલ કર્યો હતો. અગાઉ આ તાજ 2000માં લારા દત્તા અને 1994માં સુષ્મિતા સેનના માથા પર સજવામાં આવ્યો હતો. હવે આજે ભારતની રિયા સિંહ પાસે ચોથી તક છે. આ વર્ષની શરૂઆતમાં રિયા સિંહે મિસ યુનિવર્સ ઈન્ડિયા 2024નો ખિતાબ જીત્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Miss Universe (@missuniverse)

રિયા સિંહે ફાઇનલમાં જગ્યા બનાવી છે

મેક્સિકોમાં આયોજિત મિસ યુનિવર્સ 2024 સૌંદર્ય સ્પર્ધામાં 125 દેશોમાંથી 130 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. તેનો પ્રથમ રાઉન્ડ 14મી નવેમ્બરે શરૂ થયો હતો. આ રાઉન્ડમાં સ્પર્ધકોને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતા. જે બાદ આજે સવારે 6 વાગ્યાથી તેને શરૂ કરવામાં આવી છે. આ વર્ષે આ સૌંદર્ય સ્પર્ધામાં રેકોર્ડ 130 છોકરીઓએ ભાગ લીધો હતો. જે 2018માં બનેલા 94 સ્પર્ધકોના રેકોર્ડ કરતાં વધુ છે. આ સૌંદર્ય સ્પર્ધામાં 8 જજ છે. ઑસ્ટ્રિયન ફેશન ડિઝાઈનર ઈવા કાવિલી, કોલંબિયન ગાયિકા ફારિયાના, એમિલિયો અને ભૂતપૂર્વ મિસ યુનિવર્સ સહિત કુલ 8 લોકો છે.

 

View this post on Instagram

 

A post shared by Rhea Singha (@singha.rhea)


<

p style=”text-align: justify;”>

ભારતની રિયા સિંહ પાસે ચોથી વખત દેશ માટે આ ખિતાબ જીતવાની તક હશે. ઈરાને પ્રથમ વખત આ સ્પર્ધામાં પોતાના પ્રતિભાગીને મોકલ્યા છે. યુએઈ, ઉઝબેકિસ્તાન અને સોમાલિયાએ પણ મિસ યુનિવર્સ 2024માં પ્રથમ વખત ભાગ લીધો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મિસ યુનિવર્સ ઈન્ડિયા 2024 બની રિયા સિંઘા, જાણો તેની સફર

આ પણ વાંચો:આ ઇસ્લામિક દેશમાં પરિવર્તનની લહેર,આલ્કોહોલ પરનો પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવ્યો, હવે પ્રથમ વખત મિસ યુનિવર્સમા ભાગ લેશે 

આ પણ વાંચો:મિસ યુનિવર્સ સ્પર્ધામાં ઈતિહાસ રચાયો, 2 ટ્રાન્સવુમન લેશે ભાગ