Not Set/ ધારાસભ્ય છુ ત્યાં સુધી કોઈનું કાંઈ તૂટવા નહીં દઉ- ગેરકાયદે બાંધકામ મુદ્દે મધુ શ્રીવાસ્તવની દબંગાઈ

જરોદમાં હવે કોઈને પણ દબાણ દૂર કરવા નહીં દઉં. કોઇપણ આવે પણ હું દબાણ દૂર નહીં થવા દઉં. હું ધારાસભ્ય છું ત્યાં સુધી કોઈ નું કાંઈ તૂટવા નહીં દઉં. : મધુ શ્રીવાસ્તવ

Top Stories Vadodara
જરોદ ધારાસભ્ય છું ત્યાં સુધી કોઈનું કાંઈ તૂટવા નહીં દઉ- ગેરકાયદે બાંધકામ મુદ્દે

ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ પોતાની દબંગાઈ માટે જાણીતા છે. અવારનવાર પોતાના વેધક નિવેદન દ્વારા લાઈમ લાઇટમાં રહેવા માટે ટેવાયેલા છે. હવે ફરી એકવાર તેમણે અધિકારી અને સરકારને આડે હાથ લીધી છે. અને ગેરકાયદેસર બાંધકામ કારવવાળાને પ્રોત્સાહન આપતા હોય તેમ  જણાવ્યું છે કે હું ધારાસભ્ય છું ત્યાં સુધી હું કોઈ જ બાંધકામ નહીં તૂટવા દઉં. જરોદ ગ્રામ પંચાયતમાં  આવતા દબાણો નહિ તોડવા માટે ધારાસભ્ય મેદાને પડ્યા છે

પ્રાપ્ત વિગતો અનુસાર વાઘોડિયાના વિવાદિત ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવએ જરોદ ગામમાં દબાણો મુદ્દે તંત્ર સામે પડકાર ફેંક્યો છે. શ્રીવાસ્તવનો વિડીયો સો.મીડિયામાં વાયરલ થયો છે. તેમણે ગેરકાયદે દબાણો કરનારને પ્રોત્સાહન આપતા જણાવ્યું છે કે, જરોદમાં હવે કોઈને પણ દબાણ દૂર કરવા નહીં દઉં. હું કોઈના પણ દબાણો દૂર નહીં થવા દઉં . કોઇપણ આવે પણ હું દબાણ દૂર નહીં થવા દઉં. હું ધારાસભ્ય છું ત્યાં સુધી કોઈ નું કાંઈ તૂટવા નહીં દઉં.

જરોદ ગ્રામ પંચાયત દ્વારા ગેરકાયદેસર બાંઘકામ દુર કરવા વેપારીઓને નોટીસ આપી હતી. ગ્રામજનો વારંવાર દબાણો હટાવવા તાલુકા વિકાસ અઘિકારીને અરજી કરતા હતા. જરોદના વેપારીઓએ દબાણો દુર ના થાય તે માટે મધુ શ્રીવાસ્તવને મળ્યા હતા. ત્યારે તેમણે જણાવ્યું હતું કે, જયાં સુઘી હુ ધારાસભ્ય છુ ત્યાં સુઘી હું કોઈનુ પણ તુટવા નહિ દઉં. તેની ખાત્રી આપુ છુ. સ્ટેટવાળા આવે, તાલુકાવાળા આવે કે પોલીસ ખાતાવાળા આવે મેં કહિ દિઘુ એટલે વાત પતી ગઈ. કલેક્ટર આવે તો કલેક્ટરની પણ તાકાત નથી.

મહાભારત / કૃષ્ણએ આખરે દુર્યોધનને તેની હારનું મુખ્ય કારણ જણાવ્યું 

વસંત પંચમી / વસંત પંચમી પર સૂર્ય-શનિ-બુધની યુતિ, પરંતુ કાલસર્પ યોગથી રહો સાવધ

વસંત પંચમી / વસંત પંચમી પર કામદેવની પૂજા શા માટે કરવામાં આવે છે ? કારણ જાણીને લાગશે નવાઈ