ઝારખંડના રાંચીમાં લવ જેહાદનો એક કિસ્સો સામે આવ્યો છે. આ મોડલ મૂળ બિહારની છે. મોડલનું નામ માનવી રાજ છે જેને આરોપ લગાવ્યો છે કે મોડલિંગ કંપનીના ડાયરેક્ટર તનવીર અખ્તર ખાને તેને હિન્દુ નામ યશ કહી ને ફસાવી હતી અને તેને લવ જેહાદનો શિકાર બનાવી હતી. માનવીએ એવો આરોપ લગાવ્યો છે કે આરોપી તેના પર ધર્મ પરિવર્તન કરવા અને લગ્ન કરવા માટે સતત દબાણ કરી રહ્યો છે.
આ બાબતને લઇ યુવતીનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. માનવીએ ઓફીશીયલ ટ્વિટર પર એક વીડિયો મૂકીને પોતાનો વાંધો વ્યક્ત કર્યો છે. માનવી એ કહ્યું હતું કે તનવીરની હરકતોથી નારાજ થઈને તે રાંચી છોડીને મુંબઇ આવી ગઇ હતી પરંતુ તેને ત્યાં પણ તેને ફોલો કરવાનું બંધ કર્યું ન હતું. તનવીર પણ ત્યાં મુંબઇ પહોંચ્યો અને ત્યાં પણ તેને ધર્મ પરિવર્તન કરીને લગ્ન માટે દબાણ શરૂ કરી દીધું હતું. છેલ્લે પરેશાન થઇને યુવતી એ પોલીસમાં ફરિયાદ નોધાવી હતી.
માનવી રાજે પોલીસમાં ફરિયાદ કરી
પીડિતા માનવી રાજે આ મામલે પોલીસમાં ફરિયાદ કરી છે. તેને જણાવ્યું કે તે રાંચી આવ્યા બાદ ગ્રુમિંગ ઇન્સ્ટિટ્યૂટમાં જોડાઈ હતી. આ સંસ્થાના ડાયરેક્ટર તનવીર છે પરંતુ તેને પોતાનું નામ યશ જણાવ્યું હતું. તેણે ખોટું બોલીને તેની સાથે મિત્રતા કરી હતી.પીડિતાનું કહેવું છે કે તેને થોડા દિવસો પછી ખબર પડી કે તે યશ નહીં પણ તનવીર છે. તનવીર તેના પર લગ્ન માટે દબાણ કરવા લાગ્યો. ધર્મ પરિવર્તન માટે દબાણ ઊભું કરવામાં આવી રહ્યું હતું. યુવતીએ જયારે ના પાડી ત્યારે નશાની હાલતમાં તેના વાંધાજનક ફોટા પાડી લીધા અને તેને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તન્વીર કે જેનું પૂરું નામ તનવીર અખ્તર ખાન છે, તેણે પોતાની ભૂલ સ્વીકારી લીધી છે.તેને સ્વીકાર્યું છે કે તે મોડલને હેરાન કરતો હતો. જો કે, એવું પણ કહ્યું હતું કે તેનો માનવીને પરેશાન કરવાનો કોઈ ઇરાદો નહોતો.
![]()
વાયરલ વીડિયોમાં યુવતીએ શું કહ્યું!
માનવીએ વીડિયોમાં કહ્યું છે કે તે યશ મોડલ ઈન્સ્ટિટ્યૂટમાં મોડલિંગ કરતી હતી. લગભગ દોઢ વર્ષ સુધી કામ દરમિયાન તનવીરે તેને માત્ર હેરાન જ નથી કરી, પરંતુ તેના પર લગ્ન કરવા માટે દબાણ પણ કર્યું હતું. સંસ્થા છોડ્યા પછી તે ભાગલપુર ગઈ. ત્યાંથી તે મોડેલિંગમાં કરિયર બનાવવા માટે મુંબઈ આવી ગઈ. ત્યાં વર્સોવામાં રહેવા લાગી. પણ તનવીર ત્યાં પણ પહોંચી ગયો. તેને તેનો ધર્મ બદલવા અને તેની સાથે લગ્ન કરવા કહ્યું. ના પાડવા પર તેને મારી નાખવાનો પ્રયાસ પણ કર્યો હતો. આ અંગે વર્સોવા પોલીસ સ્ટેશનમાં તેને ફરિયાદ કરી હતી. જો કે ત્યારબાદ તનવીરના પરિવારના દબાણ હેઠળ સમાધાન કર્યું હતું. આમ છતાં તનવીર હેરાન કરવાનું અને બ્લેકમેલ કરવાનું ચાલુ જ રાખ્યું હતું. તેને તેની કેટલીક તસવીરો એડિટ કરીને તેના પરિવારના સભ્યોને પણ મોકલી છે. ફરિયાદ છતાં પોલીસ કાર્યવાહી નથી કરી રહી.
તનવીરે આરોપોને નકાર્યા
યશ મૉડલના ઑપરેટરનો આરોપ છે કે યુવતીએ પોતે છેતરપિંડી કરીને ધંધામાં નુકસાન કર્યું છે. યુવતી તેની સાથે કામ કરતી હતી તેથી તે યશ મોડલના ડેટાથી પણ વાકેફ હતી. તેને માત્ર ડેટા લેવા માટે તેના કેટલાક સાથીદારો સાથે આ કાવતરું રચ્યું હતું.
આ પણ વાંચો:IPLની ફાઇલમાં વરસાદ પડતા હવે ચેન્નાઇને 15 ઓવરમાં 171 રનનો ટાર્ગેટ,મેચ ટૂંક સમયમાં શરૂ થશે
આ પણ વાંચો:ધોનીની સ્ટમ્પિંગ ઓલ ટાઇમ હિટ,માત્ર 0.12 સેકન્ડમાં શુભમન ગિલ આઉટ, જુઓ વીડિયો
આ પણ વાંચો:IPLની ફાઇનલમાં ગુજરાતે ચેન્નાઇને આપ્યો 215 રનનો ટાર્ગેટ,સુદર્શનની વિસ્ફોટક ઇનિંગ્સ
આ પણ વાંચો: IPLની ફાઇનલ રમતાની સાથે જ ધોનીએ રચ્યો આ ઇતિહાસ
