મોદી સરકાર દ્વારા કોરોના વાયરસને કારણે અનાથ થયેલા બાળકો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે . pm મોદીએ જાહેરાત કરી છે કે કોરોના માં જેમણે માતા-પિતાને ગુમાવેલા તેવા બાળકોને ‘પીએમ કેયર્સ ફોર ચિલ્ડ્રન’ યોજના હેઠળ મદદ કરવામાં આવશે. તેમજ સરકાર દ્વારા અનાથ બાળકોને નિ: શુલ્ક શિક્ષણ આપવામાં આવશે.
પીએમઓએ જણાવ્યું હતું કે કોરોનાને કારણે અનાથ બાળકોને જ્યારે તેઓ 18 વર્ષના થશે ત્યારે માસિક ભથ્થું આપવામાં આવશે અને જ્યારે તેઓ 23 વર્ષના થશે ત્યારે પીએમ કેયર્સ ફંડમાંથી 10 લાખ રૂપિયા આપવામાં આવશે. તેમના માટે મફત શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે , બાળકો ભારતનું ભવિષ્ય છે અને અમને તેમની સુરક્ષા અને સહાયતા માટે મદદ કરીશું. તેમણે આગળ કહ્યું કે, સમાજના રૂપમાં આ અમારૂ કર્તવ્ય છે કે આપણે આ બાળકોનું ધ્યાન રાખીએ અને એક ઉજ્જવળ ભવિષ્યની આશા કરીએ.
