કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં શેરડીનાં ખેડૂતો માટે સરકારે મોટો નિર્ણય લીધો છે. મોદી સરકારે શેરડીનાં ખેડુતોને ભેટો આપીને 60 લાખ મેટ્રિક ટનની નિકાસ પર સબસિડી આપવાની જાહેરાત કરી છે. આ સાથે સબસિડીના પૈસા સીધા જ ખેડૂતોના ખાતામાં આવશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે.

નરેન્દ્ર મોદી સરકારે શેરડીના ખેડુતોને મોટી સબસિડી આપી છે. સરકારના નિર્ણય મુજબ કેન્દ્ર સરકારે 60 લાખ મેટ્રિક ટન ખાંડની નિકાસ માટે 6 હજાર 268 કરોડ રૂપિયાની સબસિડીને મંજૂરી આપી છે. ખાસ વાત એ છે કે આ સબસિડી સીધા જ ખેડૂતોના ખાતામાં જશે.

Union Minister Prakash Javadekar: The Union Cabinet has approved Sugar export policy for evacuation of surplus stocks during sugar season 2019-20; nearly 60 lakh tonnes sugar to be exported in this financial year pic.twitter.com/JeOcy0DTPf
— ANI (@ANI) August 28, 2019
આ નિર્ણય અંગે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું છે કે આ નિર્ણયથી ખાંડના ભાવ સારા થશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, આથી ખેડૂતોને નુકસાન નહીં થાય. તેમણે જણાવ્યું હતું કે થોડા સમય પૂર્વે ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, અને શેરડીનાં ખેડુતો સમયાંતરે સરકાર સમક્ષ તેમની સમસ્યાઓ રજૂ કરે છે. ત્યારે સરકારે રાહત આપીને શેરડીના ખેડુતોને સબસિડી આપવાનો નિર્ણય લીધો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
