Not Set/ મોદી લડે યુએનની ચુંટણી, અમે પણ સાથ આપીશું: કોંગ્રેસનો કટાક્ષ

ભારતીય જનતા પાર્ટીએ રવિવારે બિહારમાં કોંગ્રેસ અને રાષ્ટ્રીય જનતા દળ પર ખુબ પ્રહાર કાર્ય હતા. સોમવારે કોંગ્રેસ અને આરજેડીએ પલટવાર કરતા બીજેપીને જવાબો આપ્યા હતા. કોંગ્રેસે કહ્યું કે જો બીજેપી નરેન્દ્ર મોદીને દુનિયાના લીડરના રૂપમાં જોતી હોઈ તો એમને સંયુક્ત રાષ્ટ્ર (યુએન) માં કેમ નથી મોકલતા? જયારે આરજેડીનું કહિવું છે કે બીજેપી લાલુ પ્રસાદ થી […]

India Trending

ભારતીય જનતા પાર્ટીએ રવિવારે બિહારમાં કોંગ્રેસ અને રાષ્ટ્રીય જનતા દળ પર ખુબ પ્રહાર કાર્ય હતા. સોમવારે કોંગ્રેસ અને
આરજેડીએ પલટવાર કરતા બીજેપીને જવાબો આપ્યા હતા. કોંગ્રેસે કહ્યું કે જો બીજેપી નરેન્દ્ર મોદીને દુનિયાના લીડરના રૂપમાં
જોતી હોઈ તો એમને સંયુક્ત રાષ્ટ્ર (યુએન) માં કેમ નથી મોકલતા? જયારે આરજેડીનું કહિવું છે કે બીજેપી લાલુ પ્રસાદ થી ડરેલી છે.
પટનાના જ્ઞાનભવનમાં બીજેપીના નેતાઓએ રવિવારે વિપક્ષી દળો પર અને ખાસ કરીને કોંગ્રેસ અને આરજેડી પર પ્રહાર કરતા
નરેન્દ્ર મોદીને વિશ્વ નેતાના રૂપમાં દર્શાવ્યા હતા. કહેવામાં આવ્યું કે નરેન્દ્ર મોદીના કારણે જ દુનિયામાં ભારતની ગરિમા વધી છે.
કોંગ્રેસે પ્રહાર કરતા કહ્યું હતું કે નરેન્દ્ર મોદી વિશ્વનેતા છે તો બીજેપી એમને યુએનની ચુંટણી કેમ નથી લડાવતી?, આમાં અમે પણ
બીજેપીનો સાથ આપીશું.

બીજેપી પ્રદેશ અધ્યક્ષ નિત્યાનંદ રાયે કહ્યું કે લાલુ એટેલે જેલમાં ગયા કારણકે એમને ગરીબોની હાઈ લાગી છે. તેમણે કહ્યું હતું કે લાલુ
પ્રસાદ યાદવે અલકતરા, ચારા સમેત ઘણા કૌભાંડો કર્યા છે, પરંતુ જયારે તેમણે માં ની મમતા અને બાળકોના કોળિયા નું કૌભાંડ કર્યું
તો ભગવાને પણ એમને માફ ના કર્યા. આરજેડીએ પલટવાર કરતા કહ્યું કે બીજેપી સતા માં હોવા છતાં પણ લાલુ પ્રસાદનો સતત
જીક્ર કરે છે, આ લાલુ પ્રસાદનો જ ડર છે.

આવી રહેલી લોકસભા ચુંટણીઓમાં બીજેપીને ફક્ત સાથે મળેલા વિપક્ષોનોજ સામનો નથી કરવાનો પરંતુ પોતાનું ગઠબંધન પણ
મજબુત રાખવાનું છે. જો કે લોકસભાની ચુંટણી હજુ દુર છે, તો પણ નેતાઓની નિવેદનબાજી દર્શાવી રહી છે કે તૈયારીઓ શરુ થઇ
ચુકી છે.