Paris Olympics 2024/ ‘મમ્મી, કુસ્તી મારી સામે મેચ જીતી ગઈ’, વિનેશ ફોગટે ટ્વીટ કરી કુસ્તીમાંથી લીધી નિવૃતિ

ભારતીય મહિલા કુસ્તીબાજ એથ્લેટ વિનેશ ફોગાટને પેરિસ ઓલિમ્પિક 2024માં ગોલ્ડ મેડલ મેચ પહેલા 7 ઓગસ્ટના રોજ ગેરલાયક ઠેરવવામાં આવી હતી…

Top Stories Breaking News Sports
Image 2024 08 08T074045.195 'મમ્મી, કુસ્તી મારી સામે મેચ જીતી ગઈ', વિનેશ ફોગટે ટ્વીટ કરી કુસ્તીમાંથી લીધી નિવૃતિ

Paris Olympic: ભારતીય મહિલા કુસ્તીબાજ એથ્લેટ વિનેશ ફોગાટને પેરિસ ઓલિમ્પિક 2024માં ગોલ્ડ મેડલ મેચ પહેલા 7 ઓગસ્ટના રોજ ગેરલાયક ઠેરવવામાં આવી હતી. મેડલ મેચ પહેલા વિનેશનું વજન નિર્ધારિત મર્યાદા કરતા 100 ગ્રામ વધુ હતું, ત્યારબાદ મેચ અધિકારીઓએ તેને ગેરલાયક ઠેરવી હતી. વિનેશે પેરિસ ઓલિમ્પિકમાં મહિલાઓની 50 કિગ્રા ફ્રી સ્ટાઇલ રેસલિંગ ઇવેન્ટમાં ભાગ લીધો હતો.

આ નિર્ણય બાદ વિનેશને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હવે તેણે અચાનક એક મોટો નિર્ણય લઈને કુસ્તીમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરીને તમામ ચાહકોને ચોંકાવી દીધા છે.

મમ્મી કુસ્તી મારાથી જીતી ગઈ

ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગટે કુસ્તીને અલવિદા કહીને ટ્વિટ કર્યું, “કુસ્તી મારી સામે મેચ જીતી ગઈ, હું હારી ગઈ… મારી હિંમત તૂટી ગઈ છે, મારી પાસે હવે વધુ તાકાત નથી. ગુડબાય રેસલિંગ 2001-2024….”

પોતાની નિવૃત્તિની જાહેરાત કરતા વિનેશ ફોગાટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કર્યું ગુડબાય રેસલિંગ 2001-2024. હું હંમેશા આપ સૌની ઋણી રહીશ, માફ કરશો. વિનેશ ફોગાટે આ ઈવેન્ટમાં પોતાના શાનદાર પ્રદર્શનથી મેડલ ઈવેન્ટમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું, પરંતુ તેનું વજન માત્ર 100 ગ્રામ વધુ હોવાથી તેને અયોગ્ય ઠેરવવામાં આવી હતી. વિનેશે પોતાનું વજન નિર્ધારિત મર્યાદા સુધી ઘટાડવા માટે ઘણા પ્રયત્નો પણ કર્યા હતા, જેમાં તેણે મેચની એક રાત પહેલા જોગિંગ અને સાયકલીંગ પણ કર્યું હતું, પરંતુ તેમ છતાં તેનું વજન 100 ગ્રામ જેટલું હતું.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પુરૂષો સામે મહિલાઓની નગ્ન પરેડ, સેક્સ ટેસ્ટ… ઓલિમ્પિકમાં મહિલાઓએ આપવા પડે છે આવા ટેસ્ટ

આ પણ વાંચો:વિનેશ ફોગાટને સિલ્વર આપો! અમેરિકન રેસલર અને ગોલ્ડ મેડલિસ્ટનું મોટું નિવેદન, કુસ્તીબાજ માટે મેડલ મેળવવાની ઝુંબેશ તેજ

આ પણ વાંચો:વિનેશ ફોગટનું ઓલિમ્પિકમાંથી બહાર થવું શું ખરેખર ષડયંત્ર ?