Gandhinagar News/ ગાંધીનગરના દહેગામમાં પથ્થરમારો, 5 થી વધુ લોકો ઘાયલ

ગાંધીનગરના દહેગામમાં બે અલગ-અલગ સમુદાયો વચ્ચે સામાન્ય વિવાદ બાદ પથ્થરમારો થયો હતો. પથ્થરમારામાં 5થી વધુ લોકો ઘાયલ થયા હોવાના સમાચાર સામે આવ્યા છે.

Top Stories Gujarat Breaking News

Gandhinagar News: ગાંધીનગરના (Gandhinagar) દહેગામમાં (Dahegam) બે અલગ-અલગ સમુદાયો વચ્ચે સામાન્ય વિવાદ બાદ પથ્થરમારો થયો હતો. પથ્થરમારામાં 5થી વધુ લોકો ઘાયલ થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. દહેગામ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. હાલ સમગ્ર વિસ્તારમાં શાંતિનો માહોલ છે.

મળતી માહિતી મુજબ, દહેગામના ઉગમણા ઠાકોર વાસ પાસે હોળી ચકલા વિસ્તારમાં સામાન્ય મુદ્દે અલગ-અલગ કોમના બે જૂથો વચ્ચે બોલાચાલી થતાં પથ્થરમારાની ઘટના બની હતી. પથ્થરમારાની આ ઘટનામાં બંને પક્ષે પાંચથી છ લોકોને નાની-મોટી ઈજાઓ થઈ હોવાનું જાણવા મળે છે.

મામલાની ગંભીરતાને ધ્યાને લઈ દહેગામ પોલીસનો કાફલો ઘટનાસ્થળે રવાના થઈ ગયો છે. હાલ આ વિસ્તારમાં શાંતિનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે ગાંધીનગરથી ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળની મુલાકાત લેવા રવાના થયા છે. પોલીસે સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સેફટી વીકને મળી જબરદસ્ત સફળતાઃ રૂ. 7.3 કરોડથી વધુના ભેળસેળિયા ખાદ્યપદાર્થ પકડાયા

આ પણ વાંચો:તહેવારો પહેલાં જ ખાદ્યતેલનાં ભાવમાં ભડકો, લોકોનું બજેટ ખોરંવાયું, મોંધવારીએ માઝા મૂકી!

આ પણ વાંચો:FSSAI ખાદ્ય સુરક્ષા અનુપાલન માટે ઈ-કોમર્સ, ક્વિક-કોમર્સ પ્લેટફોર્મ્સનું મોનિટરિંગ સઘન બનાવે છે