કોરોના અપડેટ/ દેશમાં આજે કોરોનાના નવા 6 હજારથી વધુ કેસ,31 દર્દીઓના મોત

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના સંક્રમણના 6,093 નવા કેસ નોંધાયા બાદ દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 4,44,84,729 થઈ ગઈ છે,

Top Stories India

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના સંક્રમણના 6,093 નવા કેસ નોંધાયા બાદ દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 4,44,84,729 થઈ ગઈ છે, જ્યારે સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા ઘટીને 49,636 થઈ ગઈ છે. શુક્રવારે સવારે 8 વાગ્યે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા અપડેટ ડેટા અનુસાર દેશમાં ચેપને કારણે વધુ 31 લોકોના મોત થયા બાદ મૃત્યુઆંક વધીને 5,28,121 થઈ ગયો છે. આ 31 કેસોમાં, 13 લોકોનો પણ સમાવેશ થાય છે, જેમના નામ કેરળ દ્વારા ચેપને કારણે મૃત્યુ પામેલા દર્દીઓની યાદીમાં ઉમેરવામાં આવ્યા છે.

માહિતી અનુસાર, દેશમાં કોરોના વાયરસ સંક્રમણની સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા ઘટીને 49,636 પર આવી ગઈ છે, જે કુલ કેસના 0.11 ટકા છે. છેલ્લા 24 કલાકમાં સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં 706નો ઘટાડો થયો છે. દર્દીઓનો રાષ્ટ્રીય સ્વસ્થ થવાનો દર વધીને 98.70 ટકા થયો છે.

ઉલ્લેખનીય છે કે કોરોનાના કેસમાં ભારતમાં સતત ઘટી રહ્યા છે,જે સારી વાત છે. કોરોનાના કેસને માત આપવ માટે ભારત સરકારે વેક્સિન અભિયાન હાથ ધર્યું હતું જેના પગલે આજે દેશમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યાે છે.