ધર્મ વિશેષ/ સવાર અને સાંજનો સમય શાસ્ત્રો અને ગ્રંથો વાંચવા માટે યોગ્ય માનવામાં આવે છે, આવો જાણીએ તેની પાછળનું વૈજ્ઞાનિક કારણ

તો ચાલો આપણે સવાર અને સાંજનો સમય શાસ્ત્રો અને ગ્રંથો વાંચવા માટે યોગ્ય માનવામાં આવે છે અને તેની પાચલ રહેલા વૈજ્ઞાનિક તથ્યો વિષે જાણીએ.

Dharma & Bhakti
vanchan સવાર અને સાંજનો સમય શાસ્ત્રો અને ગ્રંથો વાંચવા માટે યોગ્ય માનવામાં આવે છે, આવો જાણીએ તેની પાછળનું વૈજ્ઞાનિક કારણ

હિંદુ ધર્મમાં પૂજા-પાઠ અને ધર્મગ્રંથના વાંચનનું ઘણું મહત્વ છે.  હિંદુ ધર્મમાં ઘણા ગ્રંથો છે. વેદ, પુરાણ, શ્રુતિ અને સ્મૃતિમાં વિભાજીત આ ગ્રંથોનું સંકલન હજારો વર્ષના સમયગાળા દરમ્યાન થયું છે. અને તેના વાંચનનું પણ ઘણું મહત્વ છે. મોટાભાગની પૂજા કે વાંચન સવારે અથવા સાંજે કરવામાં આવે છે. જો કે અન્ય ધર્મમાં પણ ધર્મગ્રંથનું ઘણું મહત્વ હોય છે અને તેનું પઠન પણ સવારે અથવા સાંજે કરવામાં આવે છે. તો ચાલો આપણે સવાર અને સાંજનો સમય શાસ્ત્રો અને ગ્રંથો વાંચવા માટે યોગ્ય માનવામાં આવે છે અને તેની પાછળ રહેલા વૈજ્ઞાનિક તથ્યો વિષે જાણીએ.

હિન્દુ ધર્મમાં ઘણા ધાર્મિક ગ્રંથો છે, જેના વાંચનથી માણસને ધર્મ વિશેની ઘણી માહિતી તેમજ માર્ગદર્શન મળે છે. પરંતુ મોટે ભાગે આ શાસ્ત્રો ફક્ત સવારે અથવા સાંજે જ વાંચવામાં આવે છે.

Management Institute Will Open In MP To Teach Vastu Shastra - इंजीनियरिंग की तरह MP में बनेगा टेंपल मैनेजमेंट इंस्टीट्यूट, दी जायेगी वास्तु शास्त्र, धर्म ग्रंथ की ...

ઘણા લોકો તેમના દિવસની શરૂઆતમાં એટલે કે વહેલી સવારે જ શાસ્ત્રો વાંચવાનું શુભ માનતા હોય છે, જ્યારે કેટલાક લોકો તેને સાંજે વાંચે છે. સવાર અથવા સાંજે આ શાસ્ત્રો વાંચવા માટે ધાર્મિક અથવા આધ્યાત્મિક કારણ હોવા ઉપરાંત વેજ્ઞાનિક કારણ પણ છે.તે પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે કોઈ પણ ગ્રંથને બપોરના સમયે ન વાંચવા જોઈએ.

હકીકતમાં સવારનો સમય આપણા મગજ, અને શરીર માટે ખુબ જ ફાયદાકારક છે. ખરેખરમાં તો આ સમય સકારાત્મક ઉર્જાથી ભરેલો હોય છે જેના કારણે આ સમયે આપણા મગજની કાર્ય કરવાની ક્ષમતા અને ગ્રહણક્ષમતા વધી જાય છે. ઉપરાંત, સવારનો સમય એવો હોય છે જ્યારે તમારા મગજ પર કોઈ દબાણ નથી હોતું, અને આ સમયે વાંચેલી અને સાંભળેલી વસ્તુઓની મન તેમજ મગજ પર સકારાત્મક અસર પડે છે.

शास्त्र” क्या है? ..एक गृहस्थ के शब्दों में … – Alive Bharat

આથી શાસ્ત્રો અને ગ્રંથો ખાસ કરીને સવારે અથવા સાંજે વાંચવામાં આવે છે. જેથી તેઓ આપણા સ્વાસ્થ્ય અને વર્તન બંને પર સકારાત્મક અસર કરે. હિંદુ ધર્મ,અર્વાચીન યુગમાં પળતાં ધર્મોમાં સૌથી પ્રાચીન ધર્મ છે, અને તેના મૂળ વૈદિક સંસ્કૃતિમાં રહેલા છે. વિવિધ માન્યતાઓ તેમજ પરંપરાઓના આ સમુહને સ્થાપનારી કોઈ એક વ્યક્તિ નથી. 92 કરોડ અનુયાયી સાથે હિંદુ ધર્મ,ખ્રિસ્તી અને ઇસ્લામ પછી દુનિયાનો ત્રીજો સૌથી મોટો ધર્મ છે.

જો કે પ્રાચીન સમયમાં અભ્યસ કરતા વિધાર્થીઓ માટે પણ સવારે વહેલા ઉઠીને વાંચન કરવાનો આગ્રહ રહેતો હતો. અને વિધાર્થીઓ વહેલી સવારે ઉઠીને વાંચન કરતા પણ હતા. જો કે હવે સમય બદલાયો છે. અને વિધાર્થીઓ પણ મોડી  સુધી જાગીને વાંચન કરતા જોવા મળે છે.