Not Set/ મોટર વ્હીકલ એક્ટ/ લો બોલો!! રાજકોટમાં સરકારી કર્મચારીઓ સહિત આ મોટા અધિકારી પણ દંડાયા

આજથી રાજ્યમાં ટ્રાફિકનાં નવા નિયમનો અમલ શરૂ થઇ ગયો છે. જેનો અમલ ન કરનારને ભારે દંડ ભરવા હવે તૈયાર રહેવુ પડશે, ત્યારે સરકારી કચેરીમાં નોકરી કરતા કર્મચારીઓ પર આ દંડની માર પડી હોવાનુ સામે આવી રહ્યુ છે. આપને જણાવી દઇએ કે, રાજકોટ સરકારી કચેરીઓમાં નવા ટ્રાફિક નિયમ મુજબ પોલીસ દ્વારા દંડની વસુલાત કરવામા આવી છે. […]

Top Stories Gujarat Others
MVA મોટર વ્હીકલ એક્ટ/ લો બોલો!! રાજકોટમાં સરકારી કર્મચારીઓ સહિત આ મોટા અધિકારી પણ દંડાયા

આજથી રાજ્યમાં ટ્રાફિકનાં નવા નિયમનો અમલ શરૂ થઇ ગયો છે. જેનો અમલ ન કરનારને ભારે દંડ ભરવા હવે તૈયાર રહેવુ પડશે, ત્યારે સરકારી કચેરીમાં નોકરી કરતા કર્મચારીઓ પર આ દંડની માર પડી હોવાનુ સામે આવી રહ્યુ છે. આપને જણાવી દઇએ કે, રાજકોટ સરકારી કચેરીઓમાં નવા ટ્રાફિક નિયમ મુજબ પોલીસ દ્વારા દંડની વસુલાત કરવામા આવી છે.

MVA1 મોટર વ્હીકલ એક્ટ/ લો બોલો!! રાજકોટમાં સરકારી કર્મચારીઓ સહિત આ મોટા અધિકારી પણ દંડાયા

મોટર વ્હીકલ એક્ટ 2019 મુજબ હવે જે પણ ટ્રાફિકનાં નિયમોનો ભંગ કરશે તેને ભારે દંડનો સામનો કરવો પડશે. આજે 1 નવેમ્બરથી આ નિયમ લાગુ કરી દેવામાં આવ્યો છે, જેની અસરો શરૂ પણ થઇ ગઇ છે, ઘણી વિસ્તારોમાં હેલ્મેટ પહેર્યા વિનાનાં લોકોને ઉભા રાખીને દંડ કરવામા આવ્યો છે. આપને જણાવી દઇએ કે, સરકારી કર્મચારીઓ પણ આ નિયમનો ભંગ કરતા નજરે ચઠ્યા છે. રાજકોટમાં સરકારી કચેરીઓમાં નવા ટ્રાફિક નિયમ મુજબ પોલીસ દ્વારા દંડની વસુલાત કરવામા આવી છે, મનપા કચેરીનાં આંગણામાં ટ્રાફિક બ્રિગેડનો સ્ટાફ તૈનાત થઈ ગયો છે. સવારે અધિકારીઓ અને કર્મચારીઓ પાસે હેલ્મેટ ન પહેરવા પર દંડ વસુલવામા આવ્યો હતો. મોટા ભાગના કર્મચારીઓ હેલ્મેટ વગર જ કચેરીમાં પ્રવેશતા દંડાયા હતા. અહી નવાઇની વાત એ  છે કે સાંસ્કૃતિક વિભાગનાં ચેરમેનને પણ દંડ ફટકારવામાં આવ્યો હતો.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.