શ્રીલંકામાં એક પ્રદર્શન દરમિયાન શાસક પક્ષના સાંસદ અમરકીર્તિ અથુકોર્લાનું મોત થયું હતું. અધિકારીઓએ જણાવ્યું કે, નિત્તમ્બુવામાં કારને રોક્યા બાદ વિરોધીઓએ સાંસદ અમરકીર્તિ પર ગોળીબાર કર્યો અને બે લોકોને ગંભીર રીતે ઘાયલ કર્યા. બાદમાં તેની લાશ મળી આવી હતી. આ પહેલા જ વડાપ્રધાન મહિન્દા રાજપક્ષેએ વિરોધને જોતા રાજીનામું આપી દીધું હતું. તેણે પોતે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી હતી. વિરોધ પ્રદર્શનમાં અત્યાર સુધીમાં બે લોકોના મોત થયા છે અને 139 લોકો ઘાયલ થયા છે.
રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના કાર્યાલયની બહાર સરકાર તરફી જૂથો અને વિરોધીઓએ હુમલો કર્યા બાદ રાજધાની કોલંબોમાં સેનાના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. પોલીસ પ્રવક્તાએ સ્થાનિક મીડિયાને ટાંકીને જણાવ્યું હતું કે, સમગ્ર શ્રીલંકામાં આગામી સૂચના સુધી તાત્કાલિક અસરથી કર્ફ્યુ લાદવામાં આવ્યો છે.
Effective immediately I have tendered my resignation as Prime Minister to the President.
අගමැති ධූරයෙන් ඉල්ලා අස්වීමේ ලිපිය ජනාධිපතිතුමා වෙත යොමු කළෙමි.
— Mahinda Rajapaksa (@PresRajapaksa) May 9, 2022
શ્રીલંકા 1948માં બ્રિટનથી આઝાદ થયા પછી અત્યાર સુધીના સૌથી ગંભીર આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. કટોકટી મુખ્યત્વે વિદેશી હૂંડિયામણની અછતને કારણે ઊભી થઈ હતી જેનો અર્થ એ છે કે દેશ મુખ્ય ખાદ્ય ચીજો અને ઇંધણની આયાત માટે ચૂકવણી કરવામાં અસમર્થ છે.
9 એપ્રિલથી સમગ્ર શ્રીલંકામાં હજારો વિરોધીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે, કારણ કે સરકાર પાસે આયાત માટેના ભંડોળનો અભાવ છે. જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ આસમાને છે.
અગાઉ સોમવારે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે અને મહિન્દા રાજપક્ષેએ લોકોને સંયમ રાખવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, દેશમાં આર્થિક સંકટના આર્થિક ઉકેલની જરૂર છે જેના માટે તેમની સરકાર પ્રતિબદ્ધ છે.
એક ટ્વિટમાં, રાષ્ટ્રપતિએ કહ્યું, “હું સામાન્ય જનતાને સંયમ રાખવાની અપીલ કરું છું અને યાદ રાખો કે હિંસા માત્ર હિંસા તરફ દોરી જશે. આર્થિક કટોકટીમાં આપણને આર્થિક ઉકેલની જરૂર છે જેને ઉકેલવા માટે આ વહીવટીતંત્ર પ્રતિબદ્ધ છે.
આ પણ વાંચો:મોંઘવારીનો વધુ એક ફટકો! લોટ, બ્રેડ, બિસ્કિટ સહિતની આ પ્રોડક્ટ્સ આવતા મહિનાથી મોંઘા થશે
