Not Set/ સંસદ/ પ્રતિમા મંડલ દ્વારા ટ્રાંસજેન્ડર કે 3જી જાતિ લોકો માટે સરળતા હેતુ જાહેર શૌચાલયોની વ્યવસ્થાનો ગહન પ્રશ્ન ઉઠાવાયો

સંસદનાં આજનાં દિવસનાં કાર્યકાળમાં લોકસભામાં AITCનાં સાંસદ પ્રતિમા મંડલ દ્વારા એક વિચાર માંગી લેતો સવાલ ઉઠાવવામાં આવ્યો અને પ્રતિમા દ્વારા સરકારને પોતાનાં સવાલનાં સંદર્ભમાં કરવામાં આવેલી ભલામણો વહેલી તકે પુરી કરવાની માંગણી પણ કરવામાં આવી હતી. પ્રતિમા દ્વાર ઉઠાવવામાં આવેલો આ સવાલ સમાન્યતા કોઇ મહત્વનો ન હોય તેવું મહત્મ લોકોમાં જણાય. પરંતુ આ સવાલ ઉઠાવી […]

Top Stories India

સંસદનાં આજનાં દિવસનાં કાર્યકાળમાં લોકસભામાં AITCનાં સાંસદ પ્રતિમા મંડલ દ્વારા એક વિચાર માંગી લેતો સવાલ ઉઠાવવામાં આવ્યો અને પ્રતિમા દ્વારા સરકારને પોતાનાં સવાલનાં સંદર્ભમાં કરવામાં આવેલી ભલામણો વહેલી તકે પુરી કરવાની માંગણી પણ કરવામાં આવી હતી. પ્રતિમા દ્વાર ઉઠાવવામાં આવેલો આ સવાલ સમાન્યતા કોઇ મહત્વનો ન હોય તેવું મહત્મ લોકોમાં જણાય. પરંતુ આ સવાલ ઉઠાવી પ્રતિમા દ્વારા એક ગહન બાબતને વાચા આપવાનો પ્રયાસ કરવમાં આવ્યો છે. શું છે આ મામલે…….

મામલો જાણે આવો છે કે સાંસદ પ્રતિમા મંડલ દ્વારા સંસદમાં જણવવામાં આવ્યું કે, શૌચાલયો એ મૂળભૂત આવશ્યકતા છે. જાહેર શૌચાલયનો ઉપયોગ એ એક સામાન્ય બાબત છે. પરંતુ ટ્રાંસજેન્ડર કે 3જી જાતિ લોકો માટે તે સરળ નથી. ભારતમાં લિંગ તટસ્થ શૌચાલય બાંધવું હવે અત્યંત અશક્ય બનતું જતું જણાઇ રહ્યું છે. તેના માટે માળખાકીય સુવિધા પૂરી પાડવા સરકારને વિનંતી કરવામાં આવી છે.

સામાન્યતા લોકો આ મામલે કોઇ દિવસ વિચારતા જ નહીં હોય તે, વાત પણ ચોક્કસ છે કારણ કે માણસને આજે પોતાનાં માટે વિચારવાનો સમય નથી ત્યાં કોઇ દિવસ જે વાત સામે જ નથી આવતી કે આવી તેની વિશે વિચારે ક્યાં. પરંતુ એક વાર આ મામલે સહેજ વિચાર કરીએ તો તેની ગહનતા આપ મેળે જ સમજાઇ જવા જેવી છે. અને સરકાર જ્યારે સૌવનો સાથે સૌવનો વિકાસની વાત કરે છે ત્યારે પ્રતિમા મંડલની વાત પર ધ્યાન પણ જુર આપશે જ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.