Valsad News : દેશની લોકસભાના દંડક અને વલસાડ(Valsad) – ડાંગ (Dang) ના સાંસદ ધવલભાઈ પટેલ દ્વારા કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને વલસાડ જિલ્લામાં વિવિધ ટ્રેનના નવા સ્ટોપેજ તેમજ જરૂરી માળખાકીય સુવિધાઓ અંગે લેખીત રજૂઆત કરવામાં આવી.
વલસાડ (Valsad) જિલ્લામાં વિવિધ રેલવે સ્ટેશનો ઉપર પેસેન્જરોના હિતમાં વિવિધ ટ્રેનોના સ્ટોપેજ અંગેની મળી રહેલી સતત લોક રજૂઆતોના કારણે લોકસભાના દંડક વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ દ્વારા કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને વલસાડ વંદે ભારત ટ્રેન, શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનને સ્ટોપેજ આપવા, તેમજ બીજી અન્ય જરૂરી ટ્રેનોના સ્ટોપેજ સંદર્ભે, માતા વૈષ્ણોદેવી કટરા માટે વલસાડથી નવી ટ્રેન શરૂ કરવા બાબત સહિત અનેકવિધ માળખાકીય સુવિધાઓ પૂરી પાડવા માટે રૂબરૂ મળી વિસ્તારપૂર્વક લેખિત રજૂઆત કરી છે.
વલસાડ (Valsad) જિલ્લાના નાગરિકોને તમામ પ્રકારની સુવિધાઓ પ્રાપ્ત થાય તે માટે તેમના પ્રયત્નો રહ્યા છે. જિલ્લાના નાગરિકોને અન્ય જિલ્લા સુધી ના જવુ પડે તે માટે વિવિધ ટ્રેનના સ્ટોપેજ તેમજ રેલવે સ્ટેશનમાં દરેક પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે કેન્દ્રિય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને જિલ્લા વિશે સમગ્ર માહિતી આપી હતી અને નાગરિકોને વહેલીતકે સુવિધાઓ પ્રાપ્ત થાય તે માટે લેખિત રજુઆત કરી હતી.
આ પણ વાંચો: ગુજરાત સુપરફાસ્ટ ટ્રેનના પેસેન્જર્સને અધવચ્ચે ઉતારાયા
આ પણ વાંચો: બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન કોન્ક્રીટના કાટમાળ નીચે દટાતા ત્રણ કામદારોના મોત
