Pakistan/ મુંબઇ હુમલાનો માસ્ટર માઈન્ડ ઝાકીઉર રહેમાન લખવીની પાકિસ્તાનમાં ધરપકડ

મુંબઈમાં 26/11 નાં હુમલાનો માસ્ટર માઇન્ડ અને લશ્કર-એ-તૈયબાનાં નેતા ઝાકીઉર રહેમાન લખવીની પાકિસ્તાનમાં ધરપકડ કરવામાં આવી હતી…

India

મુંબઈમાં 26/11 નાં હુમલાનો માસ્ટર માઇન્ડ અને લશ્કર-એ-તૈયબાનાં નેતા ઝાકીઉર રહેમાન લખવીની પાકિસ્તાનમાં ધરપકડ કરવામાં આવી હતી. પાકિસ્તાની મીડિયા રિપોર્ટ અનુસાર, ઝાકીઉર રહેમાન લખવીની આતંકવાદીઓને મદદ અને પૈસા આપવા બદલ ધરપકડ કરવામાં આવી છે. જણાવી દઇએ કે, ઝાકીઉર રહેમાન લખવીએ હાફિઝ સઇદ સાથે મળીને 26/11 નાં હુમલાનું કાવતરું રચ્યુ હતુ.

26 નવેમ્બર, 2008 નાં રોજ, લશ્કર-એ-તૈયબાનાં 10 આતંકવાદીઓએ બોમ્બ વિસ્ફોટ અને ગોળીબારથી મુંબઈને હલાવી દીધું હતું. આ આતંકવાદી હુમલાને 12 વર્ષ થયા છે, પરંતુ ભારતનાં ઇતિહાસમાં એક એવો કાળો દિવસ છે જેને કોઈ ભૂલી શકે નહીં. આ હુમલામાં 160 થી વધુ લોકો માર્યા ગયા હતા અને 300 થી વધુ લોકો ઘાયલ થયા હતા. લોકો હજી પણ મુંબઇ એટેકને યાદ કરે છે તેમના રુવાંટા ઉભા થઇ જાય છે. મુંબઇનાં ભૂતપૂર્વ પોલીસ કમિશનર રાકેશ મારિયાએ પોતાની પુસ્તકમાં દાવો કર્યો છે કે લશ્કર 2008 નાં મુંબઈ આતંકવાદી હુમલાને ‘હિન્દુ આતંકવાદ’ તરીકે દર્શાવવા માંગતો હતો. વળી, તે બેંગ્લોરનાં સમીર ચૌધરી તરીકે આતંકવાદી કસાબને મારી નાખવા માંગતો હતો.

રાકેશ મારિયાએ તેમની પુસ્તક ‘લેટ મી સે ઇટ નાઉ’ માં પણ મુંબઈ હુમલા સહિત અન્ય અનેક બાબતો પર મોટા દાવા કર્યા છે. પુસ્તક મુજબ આઈએસઆઈ અને લશ્કર આતંકવાદીઓ કસાબને જેલમાં ખતમ કરવા માંગે છે અને દાઉદ ઇબ્રાહિમ ગેંગને જવાબદારી સોંપી હતી. લશ્કરનાં મુંબઇ હુમલા વિશે વાત કરતા મારિયાએ પુસ્તકમાં લખ્યું હતું, “જો બધું યોજના મુજબ ચાલ્યું હોત તો કસાબ ચૌધરીનું મોત નીપજ્યું હોત અને આ હુમલા પાછળ ‘હિન્દુ આતંકવાદીઓ’ માનવામાં આવે છે.”

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો