મુંબઈ પોલીસે Google CEO સુંદર પિચાઈ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. કોર્ટના આદેશ બાદ પોલીસે કોપી રાઈટની કલમો હેઠળ પિચાઈ વિરુદ્ધ FIR નોંધી છે.
ભારતીય ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક સુનીલ દર્શને કોર્ટમાં ફરિયાદ કરી હતી કે તેમના દ્વારા બનાવવામાં આવેલી ફિલ્મ યુટ્યુબ પર અપલોડ કરવામાં આવી છે. જે બાદ કોર્ટે મુંબઈ પોલીસને કેસ નોંધીને તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. આ જ આદેશ બાદ MIDC પોલીસે પિચાઈ સહિત છ લોકો સામે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો:પ્રજાસત્તાક દિવસ / અમર જવાન જ્યોતિનો ફોટો શેર કરી રાહુલ ગાંધીએ ભાજપ પર માર્યો ટોંણો
ફરિયાદીની ફરિયાદના આધારે, સુંદર પિચાઈ ઉપરાંત, ગૌતમ આનંદ સહિત અન્ય Google અધિકારીઓ સામે કોપીરાઈટની કલમ 51, 63 અને 69 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
આ પણ વાંચો:UP Election / અમારું ગામ યોગીજીની સાથે છે, અહીં આવીને અન્ય પાર્ટીઓ પોતાનો સમય ન બગાડે
