Surat News: સુરત (Surat)માં હત્યા (Muder)ની ઘટનાનો સીલ સીલો યથાવત જોવા મળ્યો. રામનગર સોસોયટી (Ramnagar Society)માં નજીવી બાબતે એક યુવક (Youngman)ની હત્યા (Murder) કરવામાં આવી. આ યુવક સામાન્ય ઝગડાનો શિકાર થયો અને જીવ ખોયો. વરાછામાં રામનગર વિસ્તારમાં બનેલ આ ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
રામનગર સોસાયટી(Ramnagar Society)માં યુવકની હત્યા થતા પોલીસ (Police)નો કાફલો ઘટનાસ્થળ પર પંહોચી ગયો. પોલીસે જેનીશ ચૌહાણ નામના યુવકની હત્યા મામલે પ્રાથમિક માહિતી આપી. પોલીસના જણાવ્યા મુજબ રામનગર સોસાયટીમાં રહેતા જેનીશ ચોહાણ નામના યુવકને એક શખ્સ સાથે મોપેડ ઓવરટેક કરવા બાબતે ઝઘડો થયો હતો. આ ઝગડો વધુ ઉગ્ર બન્યો અને હિંસા પરિણમ્યો. યુવક પર એ શખ્સે છરીના ઘા ઝીંકયા. જેના પરિણામે યુવકને ગંભીર ઇજાઓ પંહોચી અને તે મૃત્યુ પામ્યો. યુવકની મોપેડ ઓવરટેક કરવા બાબતે હત્યા કરાતા પોલીસે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા.
અગાઉ અઠવાલાઇન્સમાં નવી કોર્ટ પાસે બે શખ્સ દ્વારા એક યુવક પર હુમલો કરાયો હતો. આ હુમલાખોરોએ યુવકને 25થી વધુ છરીના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો હતો. ત્યારબાદ બંને હુમલાખોરો દ્વારા મૃતકના ફોટા સાથે સોશિયલ મીડિયામાં એક ફોટો શેર કરાયો હતો. આ ફોટો પર તેમણે લખ્યું હતું ખૂન કા બદલા ખૂન. આ બંને હત્યારાઓએ પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે તેમણે તેમના મિત્ર દુર્ગેશ યાદવની હત્યાનો બદલો લેવા 27 વર્ષીય સુરજ યાદવની હત્યા કરી હતી.
શહેરમાં જુલાઈ મહિનામાં જ પાલ વિસ્તારની એક હોટલમાં મધરાત્રે લોહીલુહાણ હાલતમાં 26 વર્ષીય યુવતીની લાશ મળી હતી. પોલીસ તપાસમાં આ યુવતી એડવોકેટ હોવાનું સામે આવ્યું હતું. અને આ એડવોકેટ યુવતીની હત્યા કેમ કરવામાં આવી તે મામલાની તપાસ કરતાં પોલીસ સામે રહસ્ય ખૂલ્યું કે યુવતીના પતિ એ જ તેને હોટલમાં બોલાવી હતી અને પછી તેની હત્યા કરી હતી.
આ પણ વાંચો: સુરતમાં છેલ્લા 18 મહિનામાં 65 હીરા શ્રમિકોની આત્મહત્યા
આ પણ વાંચો: સુરતમાં યુવકની તીક્ષ્ણ હથિયાર વડે કરાઈ હત્યા
આ પણ વાંચો: સુરતમાં બિલ્ડરની ધોળે દહાડે હત્યાથી ચકચાર મચી