હિજાબ વિવાદ/ પોતાના જ ઘરના વ્યક્તિઓથી સુરક્ષિત નથી મુસ્લિમ છોકરીઓ, જાણો વાયરલ ટ્વીટનું શું છે સત્ય

બોલિવૂડ એક્ટ્રેસ અને સૈફ અલી ખાનની દીકરી સારા અલી ખાનનું કથિત ટ્વિટ વાયરલ થઈ રહ્યું છે. જેમાં તે બુરખો પહેરેલી મુસ્લિમ યુવતીઓને લઈને વિવાદાસ્પદ નિવેદન આપી રહી છે.

Entertainment
મુસ્લિમ

કર્ણાટકની એક કોલેજથી શરૂ થયેલો હિજાબ વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. વાસ્તવમાં કર્ણાટકની ઘણી કોલેજોમાં હિજાબ પહેરીને આવતી છોકરીઓને કોલેજમાં એન્ટ્રી નથી આપવામાં આવી રહી હતી, ત્યારપછી દેશભરમાં હિજાબ પર વિવાદ શરૂ થયો હતો. હવે આ દરમિયાન બોલિવૂડ એક્ટ્રેસ અને સૈફ અલી ખાનની દીકરી સારા અલી ખાનનું કથિત ટ્વિટ વાયરલ થઈ રહ્યું છે. જેમાં તે બુરખો પહેરેલી મુસ્લિમ યુવતીઓને લઈને વિવાદાસ્પદ નિવેદન આપી રહી છે. આ ટ્વિટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. આવો તમને જણાવીએ આ વાયરલ પોસ્ટનું સત્ય…

શું છે વાયરલ ટ્વિટ

કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે “@WhoSaraAli” હેન્ડલ સાથે ટ્વીટનો કથિત સ્ક્રીનશોટ શેર કર્યો છે, જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં લખ્યું છે કે “હિન્દુ બહુમતીવાળા વિસ્તારોમાં મુસ્લિમ છોકરીઓ બુરખો નથી પહેરતી કારણ કે તેઓ જાણે છે કે તેમના માટે કોઈ જોખમ નથી. જ્યારે મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં 95 ટકા છોકરીઓ હિજાબ પહેરે છે કારણ કે છોકરીના કાકા, ભાઈ, મામા, ફુવા,જીજાજી જ તેને વાસનાનો શિકાર બનાવશે.

વાયરલ ફોટોનું સત્ય

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા સ્ક્રીનશૉટ્સના આ દાવાની તપાસ કારવામાં આવૈ તો, સૌપ્રથમ @WhoSaraAli ની ટ્વિટર પ્રોફાઇલ શોધવાનો પ્રયાસ કર્યો, પરંતુ આવા ટ્વિટર હેન્ડલ અસ્તિત્વમાં નથી. આ પછી, જ્યારે સારા અલી ખાનનું ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ @SaraAliKhan ચેક કરવામાં આવ્યું તો તેમાં પણ આવી કોઈ ટ્વીટ સામે આવી નથી. તેમનું છેલ્લું ટ્વિટ 27 જાન્યુઆરી 2022ના રોજ હતું. તે જ સમયે, જ્યારે ગૂગલ સર્ચ કરવામાં આવ્યું ત્યારે હિજાબ વિવાદ પર સારાની ટિપ્પણીના કોઈ સમાચાર નહોતા.

વિવિધ શોધો દર્શાવે છે કે વાયરલ સ્ક્રીનશોટમાંનો દાવો ખોટો છે. આ પોસ્ટમાં વપરાયેલ ટ્વીટનો સ્ક્રીનશોટ મોર્ફ કરવામાં આવ્યો છે. સારા અલી ખાનના વેરિફાઈડ ટ્વિટર હેન્ડલ પરથી આવી કોઈ ટ્વીટ નથી. આ પોસ્ટમાં ઉપયોગમાં લેવાતા વાયરલ સ્ક્રીનશોટને ડિજિટલી બદલવામાં આવ્યો છે.

આ પણ વાંચો :રોહિત શેટ્ટીએ એવું તો શું કર્યું કે શિલ્પા શેટ્ટીએ કાચની બોટલ વડે કર્યો હુમલો, ચોંકાવનારો વીડિયો થયો વાયરલ

આ પણ વાંચો : મણિરત્નમની ફિલ્મમાં ફરી ચમકી ઐશ્વર્યા રાય બચ્ચન, આ તારીખે રિલીઝ થશે મેગા બજેટ ફિલ્મ

આ પણ વાંચો :ઘણી વખત રિલીઝ ડેટ બદલ્યા બાદ હવે સાઉથ સ્ટાર યશની KGF 2 આ દિવસે સિનેમાઘરોમાં મચાવશે ધમાલ  

આ પણ વાંચો :મશહુર ફિલ્મ સમીક્ષક જ્ય પ્રકાશ ચૌકસીનું 83 વર્ષની વયે નિધન..