Accident/ નિમકનગર જાનૈયાઓને હળવદ નજીક નડ્યો અકસ્માત, 8 ઈજાગ્રસ્ત

આજરોજ 11 વાગ્યાના અરસામાં ધ્રાંગધ્રા તાલુકાના નિમકનગર ગામેથી જાનૈયાઓ મોરબી જઈ રહ્યા હતા ત્યારે હળવદ તાલુકાના શકિતનગર નજીક હાઈવે પર ઈકો કારના પાછળનું ટાયર ફાટતા કાર પલટી મારી ગઈ હતી.

Gujarat Others
a 296 નિમકનગર જાનૈયાઓને હળવદ નજીક નડ્યો અકસ્માત, 8 ઈજાગ્રસ્ત

@બળદેવભાઇ ભરવાડ, મંતવ્ય ન્યૂઝ – મોરબી 

આજરોજ 11 વાગ્યાના અરસામાં ધ્રાંગધ્રા તાલુકાના નિમકનગર ગામેથી જાનૈયાઓ મોરબી જઈ રહ્યા હતા ત્યારે હળવદ તાલુકાના શકિતનગર નજીક હાઈવે પર ઈકો કારના પાછળનું ટાયર ફાટતા કાર પલટી મારી ગઈ હતી. જેમાં સવાર આઠ જેટલા જાનૈયાઓને નાની – મોટી ઈજાઓ પહોંચવા પામી છે.

આ પણ વાંચો : મોરબીમાં વહેલી સવારે ભૂકંપનો આંચકો, કેન્દ્રબિંદુ 24 કિમી દૂર

બનાવની જાણવા મળતી વિગતો મુજબ ધ્રાંગધ્રા તાલુકાના કુડા (નિમકનગર) ગામે રહેતા હસનભાઈ ઈબ્રાહીમભાઈ, સબીરભાઈ અબ્દુલભાઈ, અકબરભાઈ રાણાભાઈ, હસનભાઈ મોહમદભાઈ સહિતના નિમકનગરથી વરરાજાને પરણાવવા મોરબી જઈ રહ્યા હતા ત્યારે હળવદ તાલુકાના શકિતનગર ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા તે અરસામાં અમદાવાદ કચ્છ હાઈવે પર ઈકો કારનું પાછળનું ટાયર ફાટતા કાર પલટી મારી ગઈ હતી. અને અકસ્માત સર્જાયો હતો.

આ પણ વાંચો : જૂનાગઢના તાલાલામાં અનુભવાયા ભૂકંપના બે આંચકા

જેમાં ઉપરોકત ચારેય વ્યકિતઓને ગંભીર ઈજાઓ પહોંચવા પામી હતી. જયારે ચાર – પાંચ વ્યકિતઓને નાની – મોટી ઈજાઓ થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. બનાવના પગલે હળવદ પોલીસ ઘટનાસ્થળે દોડી જઈ 108 ની ટીમને બોલાવી ઈજાગ્રસ્તોને સારવાર માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવ્યા હતા. ફરજના તબીબો ઈજાગ્રસ્તોની પ્રાથમિક સારવાર શરૂ કરી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…