Not Set/ દોષ મુક્તિનાં નામે આ ઢોંગી પૂજારીએ ત્રણ બહેનો સાથે આચર્યુ વારા ફરતી દુષ્કર્મ

મધ્યપ્રદેશનાં સતનામાં ત્રણ બહેનો અંધશ્રદ્ધાનાં નામે દુષ્કર્મનો શિકાર બની હતી. એક પુજારીએ કથિતરીતે ત્રણેય બહેનો સાથે દોષ મુક્ત કરવાના નામે દુષ્કર્મ કર્યો હતો. પરિવારનાં જણાવ્યા મુજબ પૂજારી ત્રણેય બહેનોને એકલા ઓરડામાં લઇ ગયો હતા અને પૂજા અને સર્પ દોષથી મુક્તિનાં બદલામાં તેમની સાથે દુષ્કર્મ ગુજાર્યો હતો. પરિવારજનોની ફરિયાદનાં આધારે પોલીસે આરોપી પૂજારીની ધરપકડ કરી છે. […]

India
satna દોષ મુક્તિનાં નામે આ ઢોંગી પૂજારીએ ત્રણ બહેનો સાથે આચર્યુ વારા ફરતી દુષ્કર્મ

મધ્યપ્રદેશનાં સતનામાં ત્રણ બહેનો અંધશ્રદ્ધાનાં નામે દુષ્કર્મનો શિકાર બની હતી. એક પુજારીએ કથિતરીતે ત્રણેય બહેનો સાથે દોષ મુક્ત કરવાના નામે દુષ્કર્મ કર્યો હતો. પરિવારનાં જણાવ્યા મુજબ પૂજારી ત્રણેય બહેનોને એકલા ઓરડામાં લઇ ગયો હતા અને પૂજા અને સર્પ દોષથી મુક્તિનાં બદલામાં તેમની સાથે દુષ્કર્મ ગુજાર્યો હતો. પરિવારજનોની ફરિયાદનાં આધારે પોલીસે આરોપી પૂજારીની ધરપકડ કરી છે.

સતના જિલ્લાનાં મૈહર ગામમાં, એક પરિવારે તેમની પુત્રીઓનાં લગ્ન અને કાલ સર્પ દોષને મુક્ત કરવા પૂજા કરી હતી. જ્યારે તે જ વિસ્તારનાં પૂજારી નારાયણ સ્વરૂપ પૂજા કરવા ઘરે પહોંચ્યા ત્યારે તેમણે સુખ અને શાંતિ માટે ત્રણેય પુત્રીની પૂજા માટે એક ઓરડાને પસંદ કર્યો. આ પછી, પૂજારીએ પરિવારને વિશેષ પૂજા અને અનિચ્છનીયતાનો ભય બતાવતા ઘરની બહાર મોકલી દીધા અને એક પછી એક ત્રણેય બહેનોને ઓરડાની અંદર બોલાવવામાં આવી. પીડિત યુવતીઓ અનુસાર, ઓરડાની અંદર, પૂજારીએ કપડા ઉતાર્યા અને એક પછી એક ત્રણ બહેનો પર દુષ્કર્મ ગુજાર્યો.

જ્યારે પુજારી પરત ફર્યો ત્યારે પીડિત યુવતીઓએ તેમના પિતાને આ વિશે જાણ કરી. દીકરીઓની વાત સાંભળીને આશ્ચર્ય થતાં પિતા તેને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા અને આરોપી પૂજારી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. આ કેસમાં ત્રણેય બહેનોનાં મેડિકલ અને નિવેદનો નોંધ્યા બાદ પોલીસે આરોપી પુજારીની ધરપકડ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.