@સલમાન ખાન, મંતવ્ય ન્યૂઝ – જામનગર
જામનગર જીલ્લામાં એક દુષ્કર્મ કેસની તપાસ હજુ તો માંડ પોલીસ પૂર્ણ કરે ત્યાં જ અન્ય દુષ્કર્મની ઘટના સામે આવીને ઉભી રહી જાય છે.તાજેતરમાં જ જોડીયાના બાલંભા ગામના ઉદાસીન આશ્રમના મહંત વિરુદ્ધ મહિલા પર દુષ્કર્મની ઘટના તાજી છે ત્યાં જ જીલ્લાના જામજોધપુરમાં દુષ્કર્મની ઘટનામાં દુકાનદાર સામે ગુન્હો નોંધાયો છે. ત્રણેક માસના સમયગાળામાં એકથી વધુ વખત સગીરા પર દુષ્કર્મ આચરનાર મયુર ડાભી વિરુદ્ધ પોસ્કો, બળાત્કાર સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધી મેડીકલ તપાસણી કરાવવામાં આવી રહી છે.
આ પણ વાંચો : જાણો, કેમ અભિનેતા સિદ્ધાર્થ રાંદેરિયા સામે નોંધાઈ ફરિયાદ
પોતાની દુકાને માલસામાન લેવા આવેલ સગીરા પર તકનો લાભ લઈને નિયત બગડતા દુકાનદાર મયુર ડાભીએ સગીરાને ધાકધમકી આપી લલચાવી ફોસલાવી ત્રણેક વખત દુષ્કર્મ આચર્યા બાદ જો આ વાતની જાણ સગીરા કોઈને કરે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હોય જે બાદ સગીરા પોતાના ઘરમાં ગુમસુમ રહેતા તેના પરિવારજનોએ આ બાબતે પૂછપરછ કરતા સગીરાએ આપવીતી વર્ણવી હતી.જેથી આ મામલે અંગે જામજોધપુર પોલીસ મથકમાં મયુર ડાભી વિરુદ્ધ ગુન્હો નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી વિધિવત તપાસ શરુ કરી છે.
આ પણ વાંચો : અમદાવાદના નારણપુરા ખાતે બેંક ઓફ ઇન્ડિયામાં લાગી ભીષણ આગ
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
