Nasa News: NASAએ એક વીડિયો શેર કર્યો છે જેમાં સ્પેસક્રાફ્ટ એસ્ટરોઇડ સાથે અથડાતું જોવા મળે છે, પરંતુ ગભરાવાની કોઈ વાત નથી. આ ઘટના બે વર્ષ પહેલા બની હતી અને નાસા દ્વારા જાણી જોઈને કરવામાં આવી હતી. નાસાએ સ્પેસક્રાફ્ટને (Spacecraft) એસ્ટરોઇડ સાથે અથડાવીને ઇતિહાસ રચ્યો હતો. હવે તેનો વીડિયો નાસા દ્વારા શેર કરવામાં આવ્યો છે.
નાસાના ડબલ એસ્ટરોઇડ રીડાયરેક્શન ટેસ્ટ (DART) મિશનએ બે વર્ષ પહેલા ઇતિહાસ રચ્યો હતો. આ મિશનમાં એક અવકાશયાન એસ્ટરોઇડ સાથે અથડાયું હતું. ગ્રહોને એસ્ટરોઇડ્સથી બચાવવા માટે મનુષ્ય દ્વારા આ પહેલો પ્રયાસ હતો. સપ્ટેમ્બર 2022 માં, DART અવકાશયાન પૃથ્વીથી 11 મિલિયન કિલોમીટર દૂર એક નાના એસ્ટરોઇડ સાથી સાથે અથડાયું.
આ અથડામણ દ્વારા એ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કે જો કોઈ લઘુગ્રહ આપણી તરફ આવી રહ્યો હોય તો તેના વિશે કેવા પ્રકારની માહિતી એકઠી કરી શકાય. આટલું જ નહીં, જો આ પ્રકારનો લઘુગ્રહ પૃથ્વી સાથે અથડાશે તો તેની શું અસર થઈ શકે છે તે જાણવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો.
#OTD two years ago, our #DARTMission impacted an asteroid (on purpose!), demonstrating one technique for #PlanetaryDefense. https://t.co/E114gEGOlP pic.twitter.com/mdjw5tT1fQ
— NASA Solar System (@NASASolarSystem) September 26, 2024
વિડિયોમાં અવકાશયાન ડિમોર્ફોસ તરફ ઝડપભેર વધી રહ્યું છે, જેમાં એસ્ટરોઇડ ફ્રેમમાં મોટો દેખાય છે. અસરની થોડીક સેકન્ડો પહેલાં લેવાયેલા ફોટોમાં ખૂબ મોટી સપાટી દેખાઈ અને પછી કૅમેરો બંધ થઈ ગયો.
આ મિશનને ગ્રહોની સુરક્ષાની દિશામાં એક મોટી ઉપલબ્ધિ માનવામાં આવે છે. DART એ એસ્ટરોઇડની દિશા બદલવામાં અને તેમના વિશેનો ડેટા એકત્રિત કરવામાં સફળ રહ્યો. આ મિશન નાસા દ્વારા ચલાવવામાં આવેલા સ્પેસ મિશનનું નામ છે, જેનો હેતુ પૃથ્વીની આસપાસ ખતરનાક એસ્ટરોઇડ્સ સામે રક્ષણ આપવા માટે એક ટેક્નોલોજીનું પરીક્ષણ કરવાનો છે. આ પરીક્ષણમાં એ વાત સામે આવી છે કે જો કોઈ લઘુગ્રહ પૃથ્વી પર કોઈ ખતરો ઉભો કરે છે, તો આવી સ્થિતિમાં લઘુગ્રહની દિશા બદલી શકાય છે.
આ પણ વાંચો:સુનિતા વિલિયમ્સની સિદ્ધિ, NASAની જાહેરાત, સુનીતાને સ્પેસ સ્ટેશનની સોંપી કમાન
આ પણ વાંચો:સુનિતા વિલિયમ્સ મુશ્કેલીમાં, NASA બોઇંગ કેપ્સ્યુલનો ઉપયોગ કરશે નહીં, હવે પરત કેવી રીતે થશે?
આ પણ વાંચો:પૃથ્વી અને શુક્રની વચ્ચે પણ રહેવા જેવી જગ્યા છે! NASAએ કરી શોધ