Mumbai : ભારતના ઓલરાઉન્ડર ક્રિકેટર હાર્દિક પંડ્યાનું વ્યક્તિગત જીવન બરોબરનું ખોરંભે ચઢ્યું છે. તેનું લગ્નજીવન ભંગાણના આરે હોવાનું મનાય છે. તાજેતરમાં અનંત અંબાણીને ત્યાં લગનમાં તે એકલો આવ્યો ત્યારે તેના લગ્નજીવનની અટકળો હકીકતમાં પરિણમી હતી.
લાંબા સમયથી એવી અટકળો ચાલી રહી છે કે આ કપલ તેમના લગ્નજીવનમાં ખુશ નથી. નતાશા ક્રિકેટરને છૂટાછેડા આપવા માગે છે. આ દરમિયાન નતાશાએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેણે લગેજ બેગની તસવીર શેર કરી છે. નતાશાએ ફોટોની સાથે એક ક્રિપ્ટિક નોટ પણ લખી છે.
નતાશા સ્ટેનકોવિકે ઇન્સ્ટાગ્રામ પર નવી પોસ્ટ શેર કરીને ફેન્સના હૃદયના ધબકારા વધારી દીધા છે. પોસ્ટમાં લખ્યું છે કે ‘ઈટ્સ ધેટ ટાઈમ ઓફ ધ યર’ અને પ્લેન અને ઘરના ઇમોજી સાથે ઈમોશનલ ઈમોજી પણ જોવા મળે છે. જે તેના હોમ ટાઉન સર્બિયા પાછા જવાનો સંકેત આપે છે.
નતાશા સ્ટેનકોવિકની આ પોસ્ટે હાર્દિકના ફેન્સમાં હલચલ મચાવી દીધી છે, જેથી તેઓ વિચારે છે કે નતાશા ખરેખર હાર્દિકનું ઘર છોડીને કાયમ માટે જઈ રહી છે. સોશિયલ મીડિયા પર તેમના છૂટાછેડાની અફવાઓ ફેલાવા લાગી ત્યારથી આ કપલ ચર્ચાનો વિષય બની ગયું છે. બંનેએ સોશિયલ મીડિયા પરથી એકબીજાના ફોટો ડિલીટ કરી દીધા છે.
એક તરફ, નતાશા તેની સૂટકેસ પેક કરીને નીકળી રહી છે. બીજી તરફ હાર્દિકે શ્રીલંકા સામેની વન-ડે શ્રેણીમાંથી બ્રેક લીધો છે. હાર્દિકે અંગત કારણોસર શ્રીલંકામાં વન-ડે સિરીઝ ન રમવાનો નિર્ણય લીધો છે.
ઉલ્લેખનીય છે કે ભારતીય ક્રિકેટ ટીમે વર્લ્ડ કપ જીત્યો ત્યારે તેમા હાર્દિક પંડ્યાએ ઓલરાઉન્ડર તરીકે અત્યંત મહત્વની ભૂમિકા ભજવી હતી. આમ તેના વ્યક્તિગત જીવનમાં ચાલતા તનાવ છતાં પણ તેણે ભારતને વર્લ્ડ કપ જીતાડ્યો હતો. હાર્દિક પંડયા વડોદરા પરત ફર્યો ત્યારે તેનું હીરોની જેમ વડોદરાવાસીઓએ સ્વાગત કર્યુ હતું. પણ તેનું અંગત જીવન જબરદસ્ત ખોરંભે ચઢ્યું છે.
આ પણ વાંચો: સાપે 7 વખત ડંખ માર્યાનો કિસ્સા બાદ ક્રિકેટર રિંકુ સિંહે ઇન્ટરવ્યુમાં કર્યો ખુલાસો, તેમને પણ માર્યો છે ડંખ
આ પણ વાંચો: રોહિત શર્મા બાદ T20માં કોણ બનશે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન, આ ખેલાડી કાપી શકે છે હાર્દિક પંડ્યાનું પત્તુ
